Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળ મજૂરી નાબૂદી ટાસ્ક ફોર્સનો સપાટો:હેપ્પી હોમ ગર્લ્સ PGમાં માસિક ત્રણ હજાર પગારથી મજૂરી કરતા 13 વર્ષીય બાળકને છોડાવાયો

    2 days ago

    ગાંધીનગરના સેક્ટર-6 વિસ્તારમાં આવેલા હેપ્પી હોમ ગર્લ્સ પીજી આવાસમાં માસૂમ બાળપણને મજૂરીની ભઠ્ઠીમાં હોમવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લા બાળ મજૂરી નાબૂદી ટાસ્ક ફોર્સે દરોડો પાડીને 13 વર્ષ અને 8 મહિનાની વયના એક કિશોરને બાળ મજૂરીની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો છે. આ મામલે સરકારી શ્રમ અધિકારી દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પીજી સંચાલક અને રસોઈયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. બાળ શ્રમિકોને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું ગાંધીનગર કલેક્ટરની સૂચનાથી બાળ મજૂરી નાબૂદી ટાસ્ક ફોર્સે ગત 1 મેના રોજ શહેરમાં બાળ શ્રમિકોને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સેક્ટર-6/સીમાં પ્લોટ નંબર 807 પર આવેલા હેપ્પી હોમ ગર્લ્સ પીજીમાં ટીમે તપાસ કરતા એક 13 વર્ષીય બાળક રસોડામાં હેલ્પર તરીકે શાકભાજી સમારવાનું કામ કરતા મળી આવ્યો હતો. ટાસ્ક ફોર્સે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બાળકને ત્યાંથી મુક્ત કરાવી સેક્ટર-17 સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય અપાવ્યો હતો. 3 હજારના માસિક પગારમાં માસૂમને ગાંધીનગર બોલાવ્યો બાદમાં વધુ તપાસમાં બહાર આવ્યું છે કે, મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના તીરોલ ગામનો વતની એવો આ બાળક છેલ્લા ત્રણ મહિનાથી અહીં મજૂરી કરી રહ્યો હતો. પીજીમાં રસોઈયા તરીકે કામ કરતા લાલસિંગ કુંભાવતે આ માસૂમ બાળકને તેના વતનથી માત્ર 3000 રૂપિયાના માસિક પગાર પર ગાંધીનગર બોલાવ્યો હતો. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને વ્યવસાયમાં રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ જ્યારે પીજીના માલિક રવિકાન્ત વલ્લભભાઈ પટેલ ઉર્ફે રવીભાઈ પટેલના(રહે . ગુરુકૃપા પીજી, કુડાસણ, મૂળ, જૂનાગઢ) વતનનો હોવાના નાતે તેને રસોડાની મદદ માટે રાખવામાં આવ્યો હોવાની કેફિયત રસોઈયાએ આપી હતી. કાયદા મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કોઈપણ વ્યવસાયમાં રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આ ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો. આ મામલે ગાંધીનગરના સરકારી શ્રમ અધિકારી ગીરીશકુમાર હીરાલાલ સિંધાવતે હેપ્પી હોમ ગર્લ્સ પીજીના માલિક રવિકાન્ત પટેલ અને રસોઈયા લાલસિંગ વિરુદ્ધ બાળ અને કિશોર મજૂર અધિનિયમ હેઠળ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ:ઋષભ પટવાએ 77 લાખના ફ્રોડની ખોટી ફરિયાદ કરી રચ્યું હતું તરકટ, 15 ફરિયાદોમાં નીકળી સંડોવણી
    Next Article
    10 વર્ષીય બાળકી પર 60 વર્ષના વૃધ્ધનો દુષ્કર્મનો પ્રયાસ:સરધાર નજીક પડોશમાં જ રહેતાં નરાધમે 10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક ઓરડીમાં લઈ જઇ પોતાના અને બાળકીના કપડા ઉતારી અડપલા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment