Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 વર્ષીય બાળકી પર 60 વર્ષના વૃધ્ધનો દુષ્કર્મનો પ્રયાસ:સરધાર નજીક પડોશમાં જ રહેતાં નરાધમે 10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક ઓરડીમાં લઈ જઇ પોતાના અને બાળકીના કપડા ઉતારી અડપલા કર્યા

    1 day ago

    રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસનો થયો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પડોશમાં જ રહેતાં 60 વર્ષીય નરાધમે 10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક ઓરડીમાં લઈ જઈ બાદમાં પોતાના અને બાળકીના કપડા ઉતારી બાળકીના શરીરે અડપલા કરતાં આજીડેમ પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સરધાર ગામ નજીક રહેતાં 37 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી દેવા લઘરા અજાગીયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇકાલ રાત્રીના 9 વાગ્યા આસપાસ તે ઘરે હતી દરમ્યાન 10 વર્ષીય દીકરીએ જણાવ્યું કે, મમ્મી આજે સવારે 10 વાગ્યા આસપાસ કાકાના ઘરે રમવા ગઈ હતી ત્યાં કાકાની દીકરી સાથે રમતી હતી ત્યારે રમતા રમતા દેવામામાના વાડા બાજુ ગયા ત્યારે દેવામામાએ વાડામાથી 10 રૂપિયાની નોટ બતાવી અને કહ્યું કે, અહીં આવ લે આ નોટ લઇ જા અને આનો ભાગ લે જે જેથી આ નોટ લેવા હ મામા પાસે ગઈ ત્યારે અચાનક મને બથ ભરી અને પોતાના વાડામા આવેલ પતરાની ઓરડીમા લઇ ગયા હતાં. મને ખાટલામા બેસાડી અને પોતે પોતાના કપડા ઉતારવા લાગ્યા હતા ત્યારબાદ તેણે કપડા ઉતારી મને છાતીએ હાથ ફેરવી ગાલે તથા હોઠ પર કિસ કરતા હુ ડરી ગઈ અને રાડો પાડવા લાગતા મને બથમા ભરી લઇ રાડો ના પાડતી એમ કહી દેવામામાએ મોઢુ દબાવી દીધું અને મારા શરીરે હાથ ફેરવી બચકા ભરવા લાગ્યા હતા અને મારા કપડા ઉતારવા લાગ્યા જેથી હું રડવા લાગતા દેવામામાએ મને કહ્યું કે, તુ જા 10 રુપિયાનો ભાગ લઇ લે જે અને કોઈને કહેતી નહી અને બાદમા હું કાકાના ઘરે પરત જતી રહી હતી. મહિલાએ દીકરીની આપવીતી જાણી ફરિયાદ નોંધાવવા નિર્ણય કરી આજીડેમ પોલી સ્ટેશન પહોંચતા પોલીસે બનાવ અંગેની ફરીયાદ પરથી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મનો પ્રયાસ કરનાર 60 વર્ષનો નરાધમ પણ બે સંતાનનો પિતા છે. તેમનો મોટો પુત્ર 35 વર્ષનો છે જે તેમનાથી અલગ રહે છે તેમજ આરોપી તેની પત્ની અને એક પાંચ વર્ષની બાળકી સાથે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાળ મજૂરી નાબૂદી ટાસ્ક ફોર્સનો સપાટો:હેપ્પી હોમ ગર્લ્સ PGમાં માસિક ત્રણ હજાર પગારથી મજૂરી કરતા 13 વર્ષીય બાળકને છોડાવાયો
    Next Article
    વલસાડ LCBએ વાપીમાં 3.91 લાખનો દારૂ ઝડપ્યો:સેલવાસથી સૌરાષ્ટ્ર જતી ટેમ્પો ટ્રાવેલ્સમાંથી ગુપ્ત ખાનામાં દારૂ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment