Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ વાપીમાં 3.91 લાખનો દારૂ ઝડપ્યો:સેલવાસથી સૌરાષ્ટ્ર જતી ટેમ્પો ટ્રાવેલ્સમાંથી ગુપ્ત ખાનામાં દારૂ મળ્યો

    1 day ago

    વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વાપી નજીક નેશનલ હાઈવે પરથી એક ટેમ્પો ટ્રાવેલ્સમાંથી રૂ. 3.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વાહનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વ્હીસ્કી અને વોડકાની કુલ 1302 બોટલો શોધી કાઢી હતી. આ દારૂ સેલવાસથી સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોન્સ્ટેબલ વિવેક ઘનશ્યામભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સેલવાસથી દારૂનો જથ્થો ભરીને એક ટેમ્પો ટ્રાવેલ્સ જુનાગઢ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સલવાવ ઓવરબ્રીજ ઉતરતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં-48 પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ સફેદ રંગની ટેમ્પો ટ્રાવેલ્સ (નંબર GJ-32-T-4926) ને રોકીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ ન મળતા, પોલીસે વાહનની ઝીણવટભરી તલાશી લીધી હતી. આ દરમિયાન વાહનની બોડીમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાના મળી આવ્યા હતા, જેમાંથી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ ચોરખાનામાંથી રૂ. 3,91,800/- ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની કુલ 1302 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. 5,00,000/- ની ટેમ્પો ટ્રાવેલ્સ અને રૂ. 5,000/- નો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8,96,800/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે ટેમ્પો ચાલક ફેજલ રજાકભાઈ કાળવાતર (રહે. મોણીયા, વિસાવદર, જુનાગઢ) ને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર આરોપી મુસ્તુફા રજાકભાઈ માલવિયા (રહે. બિલખા, જુનાગઢ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવી છે. ઝડપાયેલ આરોપી ફેજલ કાળવાતરનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તે અગાઉ જુનાગઢના બિલખા અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ટ્રાફિકના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    10 વર્ષીય બાળકી પર 60 વર્ષના વૃધ્ધનો દુષ્કર્મનો પ્રયાસ:સરધાર નજીક પડોશમાં જ રહેતાં નરાધમે 10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક ઓરડીમાં લઈ જઇ પોતાના અને બાળકીના કપડા ઉતારી અડપલા કર્યા
    Next Article
    Who Is Sagar Adani, And Why He Matters to the Global Energy Transition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment