Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલનાં તબીબોએ ઇતિહાસ રચ્યો:PDU સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ, દર્દીને હાથ વાળવામાં થતી મુશ્કેલી કાયમી દૂર કરી

    एक दिन पहले

    રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આધુનિક સારવાર, નિષ્ણાત તબીબોની સેવાઓ અને આધુનિક આરોગ્ય સુવિધાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દરરોજ હજારો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે તબીબી જગતમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલમાં પ્રથમ વખત અદ્યતન પદ્ધતિથી “ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ” સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સિદ્ધિ સમગ્ર સૌરાષ્ટ્રના સરકારી આરોગ્ય ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન માનવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધી સરકારી ક્ષેત્રે આ પ્રકારની જટિલ સર્જરી થવી અશક્ય ગણાતી હતી. આ સર્જરી બાદ દર્દીને હાથ વાળવામાં થતી મુશ્કેલી કાયમી ધોરણે દૂર થઈ છે. કોણીની સર્જરી કરાવી હોવા છતાં તેમને સતત અસહ્ય દુખાવો થતો પ્રાપ્ત વિગતો અનુસાર દર્દીએ લગભગ 2.5 મહિના અગાઉ અન્ય કોઈ ખાનગી કે અન્ય સ્થળે કોણીની સર્જરી કરાવી હોવા છતાં તેમને સતત અસહ્ય દુખાવો થતો હતો. આ ઉપરાંત કોણીની ગતિમાં ગંભીર મર્યાદા આવી ગઈ હતી. જેને લઈ હાથ હલાવામાં પણ તકલીફ થતી હતી. દર્દી તેના દૈનિક જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ જેવી કે જમવું, કપડાં પહેરવા માટે હાથ વાળવામાં પણ ભારે મુશ્કેલી અનુભવતા હતા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવ્યા બાદ પણ કોઈ સુધારો નહીં થતાં અંતે હારી-થાકીને દર્દી PDU સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા. તમામ પાસાઓને કારણે સામાન્ય સારવાર કારગત નીવડે તેમ ન હતી અહીં હાથના નિષ્ણાત પલ્લવ મહેતાએ દર્દીનું વિગતવાર ક્લિનિકલ અને રેડિયોલોજિકલ મૂલ્યાંકન કરી એક્સ-રે અને અન્ય જરૂરી રિપોર્ટ્સ દ્વારા સમસ્યાનું ચોક્કસ નિદાન કર્યું હતું. દર્દીની શારીરિક સ્થિતિ અને કોણીના સાંધાની સ્થિતિ અત્યંત પડકારજનક હતી. અગાઉની સર્જરી નિષ્ફળ જવાને કારણે કોણીના સાંધામાં થયેલા ગંભીર ફેરફારો, હાડકાની નબળાઈ તથા હાથની કાર્યક્ષમતામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. આ તમામ પાસાઓને કારણે સામાન્ય સારવાર કારગત નીવડે તેમ ન હતી. આથી એલ્બો રિપ્લેસમેન્ટ જેવી ઉચ્ચ કક્ષાની અને તકનીકી રીતે અત્યંત જટિલ સર્જરી કરવી અનિવાર્ય બની ગઈ હતી. ફિઝિયોથેરાપીની મદદથી તેમના હાથની મૂવમેન્ટ શરૂ કરાવવામાં આવી પલ્લવ મહેતા અને તેમની કુશળ ટીમે અદ્યતન સર્જિકલ ટેકનિક્સ તથા આધુનિક ઇમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરીને કલાકોની જહેમત બાદ આ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ અત્યાધુનિક સર્જરીના પરિણામે દર્દીને અસહ્ય દુખાવામાંથી નોંધપાત્ર રાહત મળી છે. તબીબોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કોણીની ગતિશીલતામાં મોટો સુધારો જોવા મળશે, હાથની મૂળ કાર્યક્ષમતાની પુનઃપ્રાપ્તિ થશે તથા દર્દીના જીવનની ગુણવત્તામાં ઘણો વધારો થશે. હાલમાં દર્દી તબીબી દેખરેખ હેઠળ છે અને સંતોષકારક રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ફિઝિયોથેરાપીની મદદથી તેમના હાથની મૂવમેન્ટ શરૂ કરાવવામાં આવી છે. આ સફળ સર્જરી કરનાર ડો. પલ્લવ મહેતાએ જણાવ્યું હતું કે, યોગ્ય નિદાન, સુનિયોજિત આયોજન અને અદ્યતન સર્જિકલ તકનીકોના ઉપયોગથી ગમે તેવા જટિલ કેસોમાં પણ ઉત્તમ પરિણામો મેળવી શકાય છે. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિશ્વસ્તરીય અને આધુનિક ઓર્થોપેડિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે અમારી આખી ટીમ સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવા ઓપરેશનો થતા રહેશે. દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ મેડિકલ કોલેજના ડીન ભારતી પટેલે તબીબોની ટીમને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સતત નવી સારવાર પદ્ધતિઓ અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ વિકસાવી રહી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, સૌરાષ્ટ્રના દર્દીઓને આવી જટિલ સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા મહાનગરોમાં જવાની જરૂરિયાત ન રહે અને મોંઘી ખાનગી હોસ્પિટલોના ખર્ચમાંથી મુક્તિ મળે. દર્દીઓને પોતાના ઘર આંગણે ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ સંસાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મોનાલી માકડિયાએ પણ આ સફળતાને બિરદાવી હતી અને જણાવ્યું કે, હોસ્પિટલ પ્રશાસન દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા સતત પ્રયત્નશીલ છે. આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં અન્ય વિભાગોમાં પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી અનેક અદ્યતન અને આધુનિક સારવાર સુવિધાઓ પણ શરૂ કરવામાં આવશે. દર્દીઓને આર્થિક ખર્ચ અને શારીરિક તકલીફમાંથી મોટી રાહત મળશે આ સફળ સર્જરી માત્ર એક દર્દીના જીવનમાં જ નવો ઉજાસ નથી લાવ્યો, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના એવા સેંકડો ગરીબ દર્દીઓ માટે પણ આશાનું નવું કિરણ બની છે, જેઓને અત્યાર સુધી ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ જેવી વિશેષ અને અત્યંત ખર્ચાળ સારવાર માટે મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શહેરો તરફ દોડવું પડતું હતું. હવે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં જ આ પ્રકારની અદ્યતન સુવિધા તદ્દન મફત ઉપલબ્ધ બનતા દર્દીઓને લાંબા પ્રવાસના સમય, આર્થિક ખર્ચ અને શારીરિક તકલીફમાંથી મોટી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ આજે માત્ર સામાન્ય કે પ્રાથમિક સારવાર પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ હાડકા અને સાંધાની જટિલ સર્જરી, ટ્રોમા કેર, ન્યુરો સર્જરી, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી, કાર્ડિયાક સારવાર, કેન્સર નિદાન અને કીમોથેરાપી સહિતની અનેક સુપર સ્પેશિયાલિટી સેવાઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના ગરીબ દર્દીઓને પોતાના વિસ્તારમાં જ ઉચ્ચ કક્ષાની કોર્પોરેટ સ્તરની સારવાર ઉપલબ્ધ કરાવી રહી છે. હોસ્પિટલમાં દરરોજ 1000 થી વધુ દર્દીઓને ઓપીડી, ઇમરજન્સી અને વિશેષ સારવાર સેવાઓનો વિનામૂલ્યે લાભ મળી રહ્યો છે, જેથી સામાન્ય જનતાના લાખો રૂપિયા બચી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષનો કારાવાસ:કલોક કોર્ટે 12 વર્ષની માસૂમને લગ્નની લાલચ આપી અપહરણ કરનારને સજા ફટકારી, પીડિતાને 5 લાખ વળતર
    Next Article
    ગિરનાર અભયારણ્ય નજીક વિસ્તારમાં વન વિભાગની નોટિસ:જૂનાગઢના દૂબળી વિસ્તારમાં વન વિભાગે ફટકારેલી 83 નોટિસોથી ગણેશનગરમાં ફફડાટ, રહીશો ન્યાય મેળવવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment