Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષનો કારાવાસ:કલોક કોર્ટે 12 વર્ષની માસૂમને લગ્નની લાલચ આપી અપહરણ કરનારને સજા ફટકારી, પીડિતાને 5 લાખ વળતર

    1 day ago

    કલોલ કોર્ટના ચોથા સેસન્સ જજ બી.આર. રાજપુતે એક 12 વર્ષની સગીર વયની બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં 28 વર્ષીય આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનાર માસૂમ બાળકીને રૂ. 5 લાખનું વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યો છે. 12 વર્ષીય સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું આ કેસની વિગત એવી છે કે, મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બરોધન ગામનો અને હાલ કલોલ તાલુકાના નારદીપુર ખાતે હુડકોમાં રહેતો 28 વર્ષીય આરોપી ભરત વાહજીજી ઠાકોર ગત તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ નારદીપુર ગામની પ્રાથમિક કન્યા શાળા પાસેથી ફરિયાદીની માત્ર 12 વર્ષ અને 7 મહિનાની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપીએ ચોટીલામાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં આરોપી સગીરાને ચોટીલા લઈ ગયો હતો. જ્યાં બંધ હોટેલમાં તેમજ ગૌશાળા પાસે આવેલા બગીચામાં તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેની તપાસ પીઆઈ. આર.આર. પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કેસ કલોલ કોર્ટના ચોથા સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. સરકારી પક્ષે એપીપી જીગ્નેશ એચ. જોષી કોર્ટમાં દલીલ કરી હતી કે, 28 વર્ષના પુખ્ત વયના આરોપીએ માત્ર 12 વર્ષની અતિ કુમળી વયની બાળકીને તેના માતાપિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આશરે આઠ-દસ દિવસ સુધી પોતાની સાથે રાખી જે કૃત્ય આચર્યું છે તે કોઈ પણ સંજોગોમાં માફીને પાત્ર નથી. તેથી આરોપીને મહત્તમ સજા થવી જોઈએ. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગંભીર અવલોકન કર્યું હતું કે, આ કેસમાં એક અતિ કુમળી વયની દીકરીએ જે શારીરિક શોષણ સહન કરવું પડ્યું છે તે સમગ્ર ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તે હેતુથી આરોપીને કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી અનિવાર્ય જણાઈ આવે છે. જે અન્વયે કોર્ટે આરોપી ભરત વાહજીજી ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજારનો દંડ ભોગવવાની સાથે પીડિતાને 5 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    I, Nobody trailer: Prithviraj Sukumaran risks family’s life for his reckless ways. Watch
    Next Article
    સિવિલનાં તબીબોએ ઇતિહાસ રચ્યો:PDU સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ, દર્દીને હાથ વાળવામાં થતી મુશ્કેલી કાયમી દૂર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment