Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક અંડરબ્રિજ બનશે:PDM બાદ રાજકમલ પેટ્રોલ પંપ ફાટકે ‘H’ ડિઝાઇનનો અંડરબ્રિજ બનાવવા મનપાની તૈયારી, આસપાસના લોકોને મળશે રાહત

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ સામેના રેલ્વે ફાટક હેઠળ ઢેબર રોડથી ગોંડલ રોડને જોડતો ઝેડ આકારનો અંડરબ્રીજ બનાવા વહીવટી તૈયારીઓ ગતિમાં છે. ત્યારે રાજકામલ પેટ્રોલ પંપ ફાટકે પણ આશરે 80 કરોડના સંભવિત ખર્ચે વધુ એક 'H' ડિઝાઇનનો અંડરબ્રીજ બનાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા હવે અટીકા રોડ તરફના રાજકમલ પેટ્રોલ પંપ ફાટક હેઠળ પણ આશરે 80 કરોડના ખર્ચે ‘H’ આકારનો 4 રસ્તા જોડતો અંડરબ્રીજ બનાવવાનો પ્રાથમિક વિચાર આગળ વધારાયો છે. આ પ્રોજેક્ટથી કોઠારીયા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી આવતા ભારે માલવાહક વાહનોને સીધી કનેક્ટિવિટી મળશે, જેથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વાહનોના સમય અને ઇંધણની બચત થશે. હાલ બંને પ્રોજેક્ટ માટે રેલ્વે વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે ટેકનિકલ સંકલનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતમાં 9 જુલાઇએ પ્રથમ ખાસ સામાન્ય સભા યોજાશે રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ લાંબા સમયથી પ્રતીક્ષિત પ્રથમ ખાસ સામાન્ય સભા આગામી 9 જુલાઇએ યોજવા માટે પ્રમુખ દ્વારા નોંધ મોકલી દેવામાં આવી છે. જેના આધારે આજે એજન્ડા જાહેર થવાની પુરેપુરી શક્યતા છે. આ બેઠક ખાસ સામાન્ય સભા હોવાથી તેમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી નથી, અને એજન્ડામાં માત્ર સમિતિ રચનાની જ દરખાસ્ત સામેલ હોવાના નિર્દેશો મળ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થયું હતું, જેમાં ભાજપને 36માંથી 34 બેઠકોની તોતીંગ બહુમતિ મળી હતી. ત્યારબાદ પ્રમુખપદે સંજય પીપળીયા તથા ઉપપ્રમુખ તરીકે સામત બાંભવા સતારૂઢ થયા હતા. હોદ્દેદારોની નિયુક્તિના એકાદ મહિના બાદ હવે આખરે સમિતિઓની રચના પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સભામાં સમિતિઓની રચના થયા બાદ આગામી 10થી 12 દિવસમાં બાંધકામ, સિંચાઇ, શિક્ષણ અને આરોગ્ય સહિતની 8 સમિતિઓના પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળી રાજકોટ શહેરમાં આજે ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જળયાત્રામાં બહેનો અને બાળાઓએ 108 કળશ માથે ધારણ કરી નાનામૌવા ગામના કૂવામાંથી જળ ભરી મંદિરે લાવવામાં આવ્યા હતા. જ્યાં રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ ઝા અને તેમના ધર્મપત્નીનાં હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હવે ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જશે તેમ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર પરમ પૂજય શ્રી ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીએ જણાવ્યું હતું. એક સપ્તાહમાં 1350 કેસો નોંધાતા તંત્ર દ્વારા ફોગીંગ સહિતની કામગીરી શરૂ રાજકોટમાં જૂન મહિનામાં પણ રોગચાળો યથાવત રહ્યો છે, જ્યાં છેલ્લા એક સપ્તાહમાં (તા.22 થી 28 વચ્ચે) મેલેરિયાનો 1, કમળાનો 1, શરદી-ઉધરસના 571, સામાન્ય તાવના 564 અને ઝાડા-ઉલ્ટીના 203 મળીને કુલ 1350 કેસો મનપાની આરોગ્ય શાખામાં નોંધાયા છે. આ જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પગલાં લેવામાં આવી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તંત્ર દ્વારા 15085 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 173 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. જ્યારે મચ્છરોની ઘનતાવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન મશીનથી ફોગીંગ કરાયું છે. આ ઉપરાંત, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો બદલ તપાસ હાથ ધરીને રહેણાંકમાં 217 અને 462 અન્ય કોર્મશિયલ પ્રીમાઇસીસમાંથી 439 આસામીઓને નોટીસ ફટકારી વહિવટી ચાર્જ વસૂલવાની કડક કામગીરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને પણ આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ફાયર NOC વિના ચાલતા ત્રણ ટ્યુશન ક્લાસ સીલ:મહાનગરપાલિકાની કાર્યવાહી, વિદ્યાર્થીઓને ક્લાસિસમાંથી સુરક્ષિત બહાર કઢાયા
    Next Article
    ચોટીલામાં 4 ગેરકાયદેસર ઈંટવાડા સીલ:રૂ. 95 લાખની ઈંટો, રોયલ્ટી વગરની માટી જપ્ત, કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment