Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં 4 ગેરકાયદેસર ઈંટવાડા સીલ:રૂ. 95 લાખની ઈંટો, રોયલ્ટી વગરની માટી જપ્ત, કડક કાર્યવાહી

    9 hours ago

    ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ચાર ઈંટવાડાઓ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ ચાર ઈંટવાડા સીલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે રૂ. 95 લાખની કિંમતની ઈંટો અને રોયલ્ટી વગરની માટી જપ્ત કરવામાં આવી હતી. તપાસમાં નવાગામ, સર્વે નં. 567 ખાતે જેન્તિ દ્વારા સંચાલિત ઈંટવાડામાંથી આશરે 1.50 લાખ ઈંટો મળી આવી હતી. તેવી જ રીતે, નવાગામ, સર્વે નં. 566 ખાતે વાલા હામા બલ્યા દ્વારા સંચાલિત ઈંટવાડામાંથી આશરે 1 લાખ ઈંટો મળી હતી. આ બંને ઈંટવાડા સરકારી જમીન પર કોઈપણ કાયદેસરની મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, થાનગઢ, સર્વે નં. 81/5 પૈકી રાકેશ કરશન પઢેરીયા અને વિક્રમ કરશન પઢેરીયાની માલિકીની જમીનમાં આશરે 15 લાખ ઈંટોનો જથ્થો મળ્યો હતો. સર્વે નં. 81/1 ખાતે સજ્જનબા હિમ્મતસિંહની જમીનમાંથી આશરે 2 લાખ ઈંટોનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને ઈંટવાડાઓ નાયબ કલેક્ટર, ચોટીલા કચેરીની હંગામી બિનખેતીની મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે ચારેય ઈંટવાડાઓ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ફરજિયાત પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી નહોતી. ઈંટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી આશરે 2,000 ટન માટી પણ કોઈપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હતી, જેને પણ સીઝ કરવામાં આવી છે. આ ચારેય ઈંટવાડાઓમાંથી કુલ આશરે 19 લાખ ઈંટો મળી આવી હતી. ઈંટ દીઠ આશરે ₹5ના મૂલ્ય મુજબ, કુલ ₹95 લાખની કિંમતની ઈંટો સીઝ કરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ ન રહે તે હેતુથી તમામ ઈંટવાડાઓને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળને નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યું છે. ઉપરોક્ત તમામ કેસોમાં સંબંધિત સંચાલકો સામે શરતભંગ, સરકારી જમીન પર અનધિકૃત કબજો, બિનખેતીની શરતોનો ભંગ, પર્યાવરણ અને ખનિજ સંબંધિત કાયદાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ઇંટવાડા સંચાલકોને જરૂરી કાયદેસરની મંજૂરીઓ મેળવી, ખનિજ રોયલ્ટી ચૂકવી, પર્યાવરણના નિયમોનું પાલન કરી અને સંબંધિત તમામ કાયદાઓનું પાલન કરીને જ વ્યવસાય ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર ઇંટવાડાઓ સામે સતત આકસ્મિક તપાસ અને સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વધુ એક અંડરબ્રિજ બનશે:PDM બાદ રાજકમલ પેટ્રોલ પંપ ફાટકે ‘H’ ડિઝાઇનનો અંડરબ્રિજ બનાવવા મનપાની તૈયારી, આસપાસના લોકોને મળશે રાહત
    Next Article
    અમદાવાદમાં ગૂંજશે ભક્તિસભર આખ્યાનનો નાદ:પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યાની ભવ્ય પરંપરાને તેમના પુત્રો માણના સથવારે જીવંત રાખશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment