Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગૂંજશે ભક્તિસભર આખ્યાનનો નાદ:પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યાની ભવ્ય પરંપરાને તેમના પુત્રો માણના સથવારે જીવંત રાખશે

    8 hours ago

    ગુજરાતની સાંસ્કૃતિક નગરી અમદાવાદ ફરી એકવાર પ્રાચીન પરંપરા અને ભક્તિરસમાં તરબોળ થવા જઈ રહી છે. આગામી 3 જુલાઈ, 2026 ને શુક્રવારના રોજ અમદાવાદમાં એક અદ્વિતીય આખ્યાન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ગૂજરાત વિદ્યાપીઠના કલા મંદિર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી લોકસાહિત્ય અને સદીઓ પુરાણી ભક્તિ પરંપરાને આજની પેઢી સમક્ષ જીવંત રાખવાનો છે. આ ભવ્ય સાંસ્કૃતિક રાત્રિ દરમિયાન ગુજરાતી સાહિત્યના શિરોમણી ગણાતા 'નરસિંહ મહેતા અને પ્રેમાનંદનાં આખ્યાન' પ્રસ્તુત કરવામાં આવશે. માણના સથવારે જામશે આખ્યાનની રમઝટ આ સાહિત્યિક મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પદ્મશ્રી માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની ભવ્ય પરંપરાના દર્શન થશે. આ ભવ્ય પરંપરાને અવિરત આગળ ધપાવતા તેમના પુત્રો અને ગુજરાતના જાણીતા આખ્યાનકાર પ્રધુમ્ન પંડ્યા તથા મયંક પંડ્યા પોતાના મધુર કંઠે અને માણના સથવારે આખ્યાનની અદ્ભુત રમઝટ બોલાવશે. કલાકારોના તાલબદ્ધ અભિનય અને સંગીતથી સભાગૃહ ગૂંજી ઉઠશે. સમય અને સ્થળની વિગત આ અનોખો રસાસ્વાદ માણવા માટે તમામ કલાપ્રેમી જનતાને પોતાના પરિવાર અને મિત્રો સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. હીરક મહોત્સવ સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 3 જુલાઈના રોજ સાંજે 6.30 આયોજન કરવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને સંસ્કૃતિને માણવા માંગતા અમદાવાદીઓ માટે આ એક સુવર્ણ તક છે, જ્યાં તેઓ ભક્તિરસ અને સાહિત્યના અદભુત મિલનના સાક્ષી બની શકશે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં 4 ગેરકાયદેસર ઈંટવાડા સીલ:રૂ. 95 લાખની ઈંટો, રોયલ્ટી વગરની માટી જપ્ત, કડક કાર્યવાહી
    Next Article
    The Man Who Built Singapore from Scratch (When No One Believed Him) | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment