Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં શરૂ થશે ‘ક્વાન્ટમ મિશન’!:PDEUની SEQUENCE-2026 સમિટમાં અર્જુન મોઢવાડિયાની મોટી જાહેરાત

    8 hours ago

    પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે આજે ‘SEQUENCE-2026 – Summit of the Future’ આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યની ટેક્નોલોજી અને વૈશ્વિક સહયોગને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ સમિટમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, રાજદ્વારી પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, સંશોધકો તથા શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં ક્વાન્ટમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે ‘ક્વાન્ટમ મિશન’ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ગુજરાત ક્વાન્ટમ ટેક્નોલોજીમાં આગળ વધશે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભવિષ્યની ટેક્નોલોજી ક્ષેત્રે નવી તકો ઊભી કરવા માટે ક્વાન્ટમ ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ક્વાન્ટમ મિશન શરૂ કરવામાં આવશે, જેના માધ્યમથી સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત જોડાણ ઊભું કરવાનો પ્રયાસ થશે. ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, ક્વાન્ટમ કોમ્યુનિકેશન અને અન્ય ઉભરતી ટેક્નોલોજીમાં ગુજરાતના યુવાનો અને સંશોધકોને નવી તકો મળી શકે તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે. 15 દેશોના પ્રતિનિધિઓ એક જ મંચ પર SEQUENCE-2026માં લગભગ 15 દેશોના રાજદૂત અને પ્રતિનિધિઓ ઉપરાંત દેશભરના ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો. સમિટમાં વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો વચ્ચે વિવિધ મહત્વના વિષયો પર ચર્ચા થઈ હતી. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોની હાજરીને કારણે આ સમિટ વૈશ્વિક જોડાણ માટેનું ઉમદા પ્લેટફોર્મ બની છે. અનેક એમઓયુ, સહયોગના નવા રસ્તા ખુલ્યા સમિટ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રો વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંશોધન, ટેક્નોલોજી, શિક્ષણ, ઉદ્યોગ અને ફંડિંગ ક્ષેત્રે સહયોગ વધારવા માટે આ કરારો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. વૈશ્વિક સંસ્થાઓ સાથેના આવા જોડાણથી ગુજરાતમાં નવી ટેક્નોલોજીના સંશોધન અને તેના ઔદ્યોગિક ઉપયોગને વેગ મળવાની શક્યતા છે. સેમિકન્ડક્ટરથી ક્વાન્ટમ સુધી ભવિષ્યની ટેક્નોલોજી પર ચર્ચા દિવસભર ચાલેલી સમિટમાં સેમિકન્ડક્ટર્સ, ક્વાન્ટમ ટેક્નોલોજી, ઊર્જા, હવામાન પરિવર્તન અને પર્યાવરણ જેવા પાંચ મુખ્ય ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ યોજાઈ હતી. સરકારના અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, રાજદ્વારી પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, ફંડિંગ એજન્સીઓ, સ્ટાર્ટઅપ્સ અને યુવા સંશોધકો એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. ‘અમારા સમયે સરકારી નોકરી પાછળ દોડતા હતા, હવે યુવાનો ઉદ્યોગ તરફ જાય’ અર્જુન મોઢવાડિયાએ યુવાનોને નવી દિશામાં આગળ વધવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે જૂની પેઢીમાં સરકારી નોકરી મેળવવાની માનસિકતા વધુ હતી, કારણ કે સરકારી નોકરીને સ્થિર અને સુરક્ષિત કારકિર્દી તરીકે જોવામાં આવતી હતી. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને યુવાનો ઉદ્યોગ, સ્ટાર્ટઅપ તથા નવીનતા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે વધુ તકો મળે, તેઓ નવી ટેક્નોલોજી સાથે જોડાય અને રોજગાર શોધનારને બદલે રોજગાર સર્જનારા બને, તે દિશામાં કામ કરવાની જરૂર છે. ગુજરાતમાં ઉદ્યોગ અને ટેક્નોલોજી માટેનું વાતાવરણ વધુ મજબૂત બને તે માટે સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની વાત પણ તેમણે કરી હતી. ‘Connect, Convene અને Collaborate’ પર ભાર SEQUENCE-2026ના મુખ્ય ત્રણ ઉદ્દેશો Connect, Convene અને Collaborate રાખવામાં આવ્યા હતા. સમિટનો મુખ્ય હેતુ માત્ર ચર્ચા પૂરતો મર્યાદિત ન રાખીને સંશોધન સહયોગ, ફંડિંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર, ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય જોડાણને વાસ્તવિક પ્રોજેક્ટ્સ સુધી લઈ જવાનો હતો. ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી અને ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રે થઈ રહેલા વિકાસની વચ્ચે ક્વાન્ટમ મિશનની જાહેરાતને રાજ્યના ટેક્નોલોજી સેક્ટર માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તાંત્રિકવિધિના બહાને મહિલાને ફસાવી ધર્મપરિવર્તન, VIDEO:ધમકી આપી HCમાંથી ફરિયાદ પાછી ખેંચાવડાવી, પતિના મિત્ર અખ્તરશા સહિત 4 શખસો સામે ગર્ભવતીની રેપની ફરિયાદ
    Next Article
    ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી કમિટીની બેઠકમાં કલેક્ટરનો કડક આદેશ:તહેવારોમાં માવાની મીઠાઈના એકમોમાં ચેકિંગ કરાશે, સ્કૂલોમાં જંકફૂડ સામે વિશેષ ઝુંબેશ ચલાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment