Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાંત્રિકવિધિના બહાને મહિલાને ફસાવી ધર્મપરિવર્તન, VIDEO:ધમકી આપી HCમાંથી ફરિયાદ પાછી ખેંચાવડાવી, પતિના મિત્ર અખ્તરશા સહિત 4 શખસો સામે ગર્ભવતીની રેપની ફરિયાદ

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં તાંત્રિક વિધિના બહાને એક પરિણીત મહિલાને તેના પ્રેમીએ પોતાની જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ધાનેરા પોલીસ મથકે પેગિયા ગામની 30 વર્ષીય પરિણીત અને હાલ પાંચ મહિનાની ગર્ભવતી મહિલાએ તેના પ્રેમી સહિત ચાર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પતિના મિત્ર સાથે વધતી ગઈ નિકટતા મહિલાના જણાવ્યા મુજબ, થોડા વર્ષો અગાઉ તેના લગ્ન થરાદ પંથકના યુવક સાથે થયા હતા અને બાદમાં બંને પાલનપુર ખાતે રહેતા હતા. મહિલાના પતિ રિક્ષા ચલાવતા હતા. મહિલાની તબિયત વારંવાર ખરાબ રહેતી હોવાથી તેના પતિના મિત્ર અખ્તરશા રજબશાએ તાંત્રિક વિધિ અને દોરા-ધાગા કરાવવાની વાત કરી હતી. આ બહાને મહિલાના ઘરે અખ્તરશાની અવરજવર વધતી ગઈ અને બંને વચ્ચે નિકટતા થઈ હતી. ધર્મ પરિવર્તન અને મરજી વિરુદ્ધ સંબંધના આક્ષેપ ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે પતિ સાથે અણબનાવ થયા બાદ તે પતિથી અલગ અને અખ્તરશા સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન અખ્તરશાએ બળજબરીથી તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ અખ્તરશા રજબશા ફકીર, આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીર દ્વારા તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દીકરીઓનું ધર્મપરિવર્તન-અપહરણની ધમકીઓ આપી ફરિયાદ પાછી ખેચાવડાવી મહિલાના જણાવ્યા મુજબ, આ મામલે તેણે અગાઉ 7 એપ્રિલ 2026ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, મહિલાનો આક્ષેપ છે કે તેને જાનથી મારી નાખવાની તેમજ સમાધાન નહીં કરે તો તેની દીકરીઓનું અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. દબાણના કારણે તેણે સમાધાન કર્યું હતું અને બાદમાં હાઇકોર્ટમાં જઈ અગાઉની એફઆઇઆર રદ કરાવી હતી. જેલમાંથી છૂટ્યા બાદ ફરી આરોપીએ ત્રાસ આપ્યાનો આરોપ આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ અખ્તરશા મહિલાને પોતાની સાથે રાખવાનું કહી પેગિયા ગામે લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મહિલાના આક્ષેપ મુજબ, પેગિયા ગામે લઈ ગયા બાદ બે-ત્રણ દિવસમાં ફરીથી તેને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પાંચ મહિનાની ગર્ભાવસ્થા હોવા છતાં તેની બંને દીકરીઓનું ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ બનાવવાની વાત કહી મારપીટ અને મરજી વિરુદ્ધ સંબંધ બાંધવા દબાણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ અપાઈ હોવાનો આક્ષેપ છે. અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે અખ્તરશા ઉપરાંત આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીર દ્વારા તેના અને અખ્તરશાના અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવતી હતી. સમગ્ર મામલે મહિલાએ ધાનેરા પોલીસ મથકે પહોંચી ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો એક વીડિયો પણ પોલીસને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે અખ્તરશા રજબશા ફકીરની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની ભૂમિકા સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દેવગઢ બારિયાના રેબારી ગામે પ્રાકૃતિક ખેતી શિબિર:ખેડૂતોને જીવામૃત, પાંચ આયામોની પ્રાયોગિક તાલીમ અપાઈ, ખર્ચ ઘટશે
    Next Article
    ગુજરાતમાં શરૂ થશે ‘ક્વાન્ટમ મિશન’!:PDEUની SEQUENCE-2026 સમિટમાં અર્જુન મોઢવાડિયાની મોટી જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment