Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી કમિટીની બેઠકમાં કલેક્ટરનો કડક આદેશ:તહેવારોમાં માવાની મીઠાઈના એકમોમાં ચેકિંગ કરાશે, સ્કૂલોમાં જંકફૂડ સામે વિશેષ ઝુંબેશ ચલાવાશે

    7 hours ago

    આગામી તહેવારોની મોસમમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તેવા સ્પષ્ટ હેતુ સાથે ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં 'ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટી ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સ'ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી, હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ તેમજ પનીર અને ડેરી એનાલોગના ઉપયોગ પર મુકાયેલા પ્રતિબંધ સંદર્ભે થયેલી કાર્યવાહીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ'થી ખોરાકનું પ્રાથમિક પરીક્ષણ તહેવારો દરમિયાન માવાની મીઠાઈઓમાં થતી સંભવિત ભેળસેળને અટકાવવા માટે કલેક્ટરએ દૂધના માવાની મીઠાઈઓનું ઉત્પાદન અને વેચાણ કરતા તમામ એકમોમાં ચેકિંગ હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવા અંગે તેમણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત, 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' એટલે કે મોબાઈલ ટેસ્ટિંગ વાનની કામગીરીનો વ્યાપ વધારી તેના માધ્યમથી ખોરાકનું પ્રાથમિક પરીક્ષણ અને લોકજાગૃતિના વધુને વધુ કાર્યક્રમો યોજવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્કૂલોમાં જંકફૂડ સામે વિશેષ ઝુંબેશ ચલાવાશે નાના બાળકો અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કલેક્ટરએ શાળાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. શાળાના બાળકોને જંકફૂડ તેમજ હાઈ ફેટ, સુગર અને સૉલ્ટવાળા ખોરાકના જોખમો વિશે માહિતગાર કરવા માટે એન.એફ.એસ.યુ. (NFSU) અને શિક્ષણ વિભાગના સંયુક્ત સહયોગથી વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવા આદેશ કરાયો હતો. આ સાથે શાળા પરિસરમાં આવેલા કેન્ટીનમાં અસ્વાસ્થ્યપ્રદ ખોરાકના વેચાણ કે ઉત્પાદન પર કડક નિયંત્રણ લાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સમીક્ષા બેઠકમાં અધિક કલેક્ટર અમિત પરમાર, પુરવઠા અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર ઓડ સહિત ફૂડ સેફટી ઓફિસર્સ અને વિવિધ વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં શરૂ થશે ‘ક્વાન્ટમ મિશન’!:PDEUની SEQUENCE-2026 સમિટમાં અર્જુન મોઢવાડિયાની મોટી જાહેરાત
    Next Article
    ट्रेनिंग से लेकर नौकरी की ऐसी हालत क्यों है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment