Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટસિટી સિગ્નેચર બ્રિજ પાસે રખડતાં ઢોરે વધુ એકનો ભોગ લીધો:PDEUના કર્મચારીનું એક્સેસ ગાય સાથે અથડાતા 5 દિવસની સારવાર બાદ મોત, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

    13 hours ago

    ગાંધીનગર નજીક ગિફ્ટસિટી રોડ પર રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે જે હવે વાહનચાલકો માટે કાળસમાન સાબિત થઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહેલા PDEU યુનિવર્સિટીના હાઉસકીપિંગ કર્મચારીના એક્ટિવા સામે અચાનક ગાય આવી જતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ડભોડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એક્ટિવા પર વલાદ ઘરે જવા નીકળ્યા હતા વલાદ ગામ પટેલવાસમાં રહેતા 48 વર્ષીય મહેશભાઈ રામાભાઈ પ્રજાપતિ અને તેમના નાના ભાઈ નરેશભાઈ PDPE યુનિવર્સિટી ખાતે હાઉસકીપિંગ વિભાગમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 15 સપ્ટેમ્બરના રોજ બંને ભાઈઓ રાબેતા મુજબ સાંજના ચાર વાગ્યાથી રાત્રિના એક વાગ્યાની શિફ્ટમાં નોકરી પર ગયા હતા. નોકરી પૂર્ણ થતાં રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં મહેશભાઈ પોતાના એક્ટિવા પર સવાર થઈને પરત વલાદ ઘરે જવા નીકળ્યા હતા. સિગ્નેચર બ્રિજ ઉતારતા જ ગાય આવી જતા અકસ્માત આ દરમિયાન ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ ઉતરતા જ રસ્તામાં અચાનક ગાય આવી ચડી હતી. અચાનક અંધારામાં સામે આવેલી ગાય સાથે એક્ટિવા ધડાકાભેર અથડાતા મહેશભાઈ રોડ પર પટકાઈ પડ્યા હતા. જેમાં તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા તેમને તાત્કાલિક ખાનગી વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર સમયે મહેશભાઈએ જીવ ગૂમાવ્યો જો કે ઈજાઓ ગંભીર હોવાના કારણે પ્રાથમિક સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યાં હતા. સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગઈકાલે 21 સપ્ટેમ્બરના રોજ મહેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. મૃતક મહેશભાઈ પોતાના પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિ હતા અને તેઓ પોતાની પાછળ પત્ની ઉપરાંત ત્રણ પુત્રી અને એક 13 વર્ષના પુત્ર સહિત ચાર સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. આ અંગે ડભોડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માનખેતરામાં ખાણ-ખનિજ સર્વે સામે ગ્રામજનોનો રોષ,:માનખેતરામાં સર્વે સામે ખેડૂતોનો આક્રોશ: ફળદ્રુપ જમીન બચાવવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર, આસપાસના 12 ગામોમાં આંદોલન વ્યાપક બનાવવાની ચેતવણી
    Next Article
    ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દસ દિવસીય નવરાત્રિ મહોત્સવ યોજશે:વલસાડના તડકેશ્વર ગ્રાઉન્ડ ખાતે, તૈયારીઓ માટે ખાતમુહૂર્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment