Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PCR વાન સામે બે યુવકની દાદાગીરી:કર્મચારીઓ સાથે બોલાચાલી અને ધાકધમકી આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તપાસ શરૂ

    1 week ago

    ગુજરાત પોલીસ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાત-દિવસ કાર્યરત હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાંથી પોલીસનો ડર ન રહ્યો હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા પાસે બે યુવકો દ્વારા PCR વાનને રોકીને તેમાં હાજર ડ્રાઈવર સહિત કર્મચારીને ધાકધમકી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. PCR વાનના કર્મચારીઓ સામે દાદાગીરી વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક ચાલુ PCR વાનની આગળ આવીને ઉભો રહી જાય છે. ત્યારબાદ તે ગાડીના ડ્રાઈવર પાસે જઈને ઉગ્ર બોલાચાલી કરે છે અને ધમકાવે છે. જ્યારે ડ્રાઈવર ગાડી આગળ વધારે છે, ત્યારે પણ તે યુવક ગાડીની સાથે-સાથે ચાલીને દાદાગીરી કરતો નજરે પડે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય જનતામાં આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સૂત્રો મુજબ વાન SRPના સૈજપુર-બોઘા ગ્રુપની નરોડા પાટિયા વિસ્તારમાં કૃષ્ણનગર, સરદારનગર અને નરોડા એમ ત્રણેય પોલીસ સ્ટેશનની હદ લાગતી હોવાથી શરૂઆતમાં આ વાન કયા પોલીસ સ્ટેશનની છે તે અંગે અસમંજસ હતી. જોકે, પોલીસ સૂત્રોના ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાન એસ.આર.પી. (સ્ટેટ રિઝર્વ પોલીસ) સૈજપુર-બોઘા ગ્રુપની છે. બંન્ને યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.વી. નાયકે જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતી પીસીઆર વાન નરોડા પોલીસ સ્ટેશનની નથી. આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વીડિયોમાં દેખાતા બંને યુવકોને પકડવા માટે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ લેવાઈ રહી છે. ટૂંક સમયમાં જ તેમની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ APMC ચેરમેન પદની 17 જૂને બીજી ટર્મ માટે ચૂંટણી:પ્રદેશ ભાજપના આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, અનેક દાવેદારો રેસમાં
    Next Article
    આફતમાં અવસર:પાણીના 20 ફૂટ ઊંચા ફુવારામાં લોકોએ વાહનો ધોયા, બાળકો મન મુકીને ન્હાયા !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment