Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ APMC ચેરમેન પદની 17 જૂને બીજી ટર્મ માટે ચૂંટણી:પ્રદેશ ભાજપના આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, અનેક દાવેદારો રેસમાં

    1 week ago

    બોટાદ કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)ના ચેરમેન પદની બીજી ટર્મ માટેની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્તમાન ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આગામી 17 જૂને ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. ચેરમેન પદ માટેના ઉમેદવારની પસંદગી અંગે પ્રદેશ ભાજપના નેતાઓ સુરેશ પટેલ અને રાજુભાઈ માસ્તર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે સંભવિત ઉમેદવારોના નામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ, ડી.એમ. પટેલ, છનાભાઈ કેરાળીયા, મનહર માતરીયા અને રણજીતભાઈ વાળા ચેરમેન પદની રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, અંતિમ પસંદગી કોના નામ પર થાય છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઉલ્લેખનીય છે કે બોટાદ APMC પર વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. સમિતિના બોર્ડમાં 10 ખેડૂત, 4 વેપારી અને 2 સહકારી પ્રતિનિધિઓ સહિત કુલ 16 સભ્યોનો સમાવેશ થાય છે. હવે સૌની નજર એ બાબત પર ટકેલી છે કે ભાજપ કોંગ્રેસમાંથી આવેલા સભ્યોમાંથી કોઈને તક આપે છે કે પછી મૂળ ભાજપના કાર્યકરને ફરી એકવાર ચેરમેન પદની જવાબદારી સોંપે છે. 17 જૂને ચૂંટણી બાદ આ અંગે સ્પષ્ટતા થશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા એરપોર્ટની આસપાસ સોલર પેનલ્સ બન્યા અવરોધ!:PAPI સિસ્ટમનું ઇન્સ્ટોલેશન અટવાયું, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
    Next Article
    PCR વાન સામે બે યુવકની દાદાગીરી:કર્મચારીઓ સાથે બોલાચાલી અને ધાકધમકી આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment