Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં PCPNDT કાયદાના અમલ માટે મહત્વની બેઠક:સોનોગ્રાફી સેન્ટરોની નિયમિત ચકાસણી પર ભાર મુકાયો

    8 घंटे पहले

    ભુજ ખાતે PCPNDT એક્ટ-1994ના અસરકારક અમલને મજબૂત કરવા જિલ્લા સ્તરીય એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમાં યોજાયેલી આ બેઠકમાં કાયદાના અમલીકરણ, સોનોગ્રાફી સેન્ટરોની કામગીરીની સમીક્ષા તેમજ નવી અને રિન્યુઅલ નોંધણી સંબંધિત અરજીઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જિલ્લા એડવાઇઝરી કમિટીના ચેરપર્સન શ્રીમતી રેખાબેન આર. દવેએ બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. બેઠકની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સભ્યોનું સ્વાગત કર્યું હતું. અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને તેમની અમલવારીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નવા સોનોગ્રાફી સેન્ટરોને નોંધણી આપવાની પ્રક્રિયા તેમજ નોંધણીના સમયગાળાની પૂર્ણાહુતિ બાદ રિન્યુઅલ માટે આવેલી અરજીઓનું નિયમો મુજબ મૂલ્યાંકન કરાયું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે કચ્છ જિલ્લાના તમામ સોનોગ્રાફી સેન્ટરોમાં PCPNDT એક્ટની જોગવાઈઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા સમયાંતરે નિરીક્ષણ અને ચકાસણી ચાલુ રહેશે. સભ્યોએ ગર્ભસ્થ શિશુના લિંગ નિર્ધારણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા કાયદાના કડક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. સેન્ટરોમાં જરૂરી દસ્તાવેજોની જાળવણી, રેકોર્ડની પારદર્શિતા અને નિયમિત દેખરેખ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, એડવાઇઝરી કમિટીના સભ્ય પન્નાબેન જોષી, જી.કે. જનરલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અશરફ મેમણ તેમજ પીડિયાટ્રિશિયન ડૉ. વિશાલ બોસમીયા સહિત અન્ય સંબંધિત અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે, કચ્છ જિલ્લામાં કાયદાના અમલને વધુ અસરકારક બનાવવા, ગર્ભસ્થ બાળકીના સંરક્ષણ માટે જનજાગૃતિ વધારવા અને તમામ નોંધાયેલ સોનોગ્રાફી સેન્ટરોમાં નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે સંકલિત પ્રયાસો ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ધાર કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: PK ફેક્ટરે ગેમ પલટી:મતદારોનો મૂડ સ્વિંગ થવાનાં ત્રણ કારણ, શહેરી વોટર પણ ભાજપથી દૂર થઇ રહ્યાં છે? બિહારની એક જીતે મોદી અને સંઘને ચેતવ્યા
    Next Article
    ગોધરા બાયપાસ પર આઇસર-ટેન્કર વચ્ચે અકસ્માત:આઇસરનો ડ્રાઇવર બંને વાહનોની વચ્ચે ફસાયો, ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment