Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા બાયપાસ પર આઇસર-ટેન્કર વચ્ચે અકસ્માત:આઇસરનો ડ્રાઇવર બંને વાહનોની વચ્ચે ફસાયો, ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો

    9 hours ago

    ગોધરા નજીક વડોદરા-દાહોદ બાયપાસ રોડ પર આજે ગેસ સિલિન્ડર ભરેલા એક આઇસર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, આઇસરનો ડ્રાઇવર બંને વાહનોની વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઝડપી બચાવ કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ વાહનો વચ્ચે ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે ડ્રાઇવરનો જીવ બચી શક્યો હતો. ગોધરા તાલુકા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે આ સફળ રેસ્ક્યુ શક્ય બન્યું. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં PCPNDT કાયદાના અમલ માટે મહત્વની બેઠક:સોનોગ્રાફી સેન્ટરોની નિયમિત ચકાસણી પર ભાર મુકાયો
    Next Article
    દયાપરની શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું:શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માનપત્ર અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment