Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓલિવ ઓઇલના બોક્સની આડમાં કન્ટેનરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરા PCBએ 934 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા, રૂ. 30.39 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

    6 hours ago

    વડોદરા PCBની ટીમે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ઓલિવ ઓઇલના બોક્સની આડમાં કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કન્ટેનરમાંથી 934 બોટલ વિદેશી દારૂ સહિત કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. PCBની ટીમને બાતમી મળી હતી કે, અશોક લેલેન્ડ કંપનીના કન્ટેનરમાં હરિયાણાથી દારૂનો જથ્થો ભરી લાવવામાં આવ્યો છે અને કન્ટેનર રાણોલી બ્રિજ પાસે પદમલા જતાં સર્વિસ રોડ ઉપર ઉભું છે. જેના આધારે PCBની ટીમે દરોડો પાડીને કન્ટેનરમાં ઓલિવ ઓઇલના બોક્સની આડમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ 1. મહમદવલી સ/ઓ હમીદ, રહે. નાંગલ મુબારિકપુર ગામ, તા. નિઘોણા, થાણા નિઘોણા, જી. નુહ, હરિયાણા. 2. વકીલખાન સ/ઓ હલન મેવ, રહે. પથરાલી ગામ, તાલુકો તથા થાણા ફિરોજપુર ઝિરકા, જી. નુહ, હરિયાણા. આ ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર, કન્ટેનરમાં દારૂ ભરી આપનાર તથા વડોદરા ખાતે દારૂ મંગાવનાર અન્ય ત્રણ ઇસમોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. કબજે કરાયેલ મુદ્દામાલ 934 બોટલ વિદેશી દારૂ, કુલ કિંમત 30,39. લાખ રૂપિયા રોકડા રૂપિયા 1,400 બે મોબાઇલ ફોન, કિંમત રૂ. 10,000 853 ઓલિવ ઓઇલના બોક્સ, કિંમત રૂ. 46,54,668 અશોક લેલેન્ડ કન્ટેનર, કિંમત રૂ. 15,00,000
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ગાંધીનગરમાં 4 વાગ્યા સુધી ભારે, પવન-વીજળીના કડાકા સાથે ઘમરોળશે:પોશ વિસ્તાર જળબંબોળ, શેલામાં સ્કૂલની બસ પાણીમાં ફસાઈ; બાળકોનું રેસ્કયુ
    Next Article
    ગાંધીનગરમાં બે દિવસીય 'ઓડૂ એક્સપિરિયન્સ 2026'નું આયોજન કરાયું:ઓડૂ એક્સપિરિયન્સમાં બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન 'ઓડૂ 20' નું લોન્ચિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment