Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-ગાંધીનગરમાં 4 વાગ્યા સુધી ભારે, પવન-વીજળીના કડાકા સાથે ઘમરોળશે:પોશ વિસ્તાર જળબંબોળ, શેલામાં સ્કૂલની બસ પાણીમાં ફસાઈ; બાળકોનું રેસ્કયુ

    9 hours ago

    અમદાવાદમાં આજે કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. શહેરમાં સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઇંચ વરસાદ પડ્યો છે. પેલા બે કલાકમાં અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં વટવા અને લાંભામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શેલામાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ. આગામી 4 વાગ્યા સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળોએ 41થી 61 કિમી/કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ (15 મીમી/કલાકથી વધુ) થવાની શક્યતા છે. આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો અટવાયા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર એસ.જી. હાઈવે પર અંધારપાટ છવાઈ જવાના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને નોકરી-ધંધે જતાં લોકો અટવાયા હતા. પૂર્વ અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોને ફિલ્ડમાં નીકળવા માટેની મેયરે સૂચના આપી. અમદાવાદના વરસાદની તસવીરો ઈમરજન્સી માટે આ નંબર પર સંપર્ક કરો
    Click here to Read More
    Previous Article
    આફતની નવી ચેતવણી, 12 જિલ્લામાં 4 વાગ્યા સુધી રેડ એલર્ટ:બોરસદમાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ; સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો હરખાયા
    Next Article
    ઓલિવ ઓઇલના બોક્સની આડમાં કન્ટેનરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરા PCBએ 934 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા, રૂ. 30.39 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment