Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં બે દિવસીય 'ઓડૂ એક્સપિરિયન્સ 2026'નું આયોજન કરાયું:ઓડૂ એક્સપિરિયન્સમાં બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન 'ઓડૂ 20' નું લોન્ચિંગ

    7 hours ago

    ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન 'ઓડૂ એક્સપિરિયન્સ ૨૦૨૬ ઈન્ડિયા'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય ઈવેન્ટમાં ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ, બિઝનેસ અને કમ્યુનિટીનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો. 13,000થી વધુ ઉપસ્થિત લોકો, ૧૮૦થી વધુ પ્રદર્શકો, 250થી વધુ સેશન્સ અને 10 માસ્ટરક્લાસ સાથે આ કાર્યક્રમે બિઝનેસ અને ડિજિટલ ક્ષેત્ર માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ઓડૂ એક્સપિરિયન્સમાં બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન 'ઓડૂ 20' નું લોન્ચિંગ આ આયોજનની સૌથી મોટી વિશેષતા 'ઓડૂ 20' (Odoo 20) નું લોન્ચિંગ રહ્યું હતું, જેણે લોકોને બિઝનેસ મેનેજમેન્ટ પ્લેટફોર્મના લેટેસ્ટ વર્ઝનની પ્રથમ ઝલક આપી હતી. આ નવું વર્ઝન એકાઉન્ટિંગ, ઇન્વેન્ટરી, HR, મેન્યુફેક્ચરિંગ, ઇકોમર્સ, CRM અને સેલ્સ જેવા ક્ષેત્રોમાં જબરદસ્ત સુધારાઓ લાવે છે. ઈવેન્ટ દરમિયાન પ્રેક્ટિકલ ડેમો અને ચર્ચાઓ દ્વારા નવી ટેક્નોલોજીથી રોજિંદા બિઝનેસ ઓપરેશન્સ સરળ બનાવવાની માહિતી આપવામાં આવી હતી. સુનીલ શેટ્ટી અને જાણીતા ક્રિએટર્સની ઉપસ્થિતિમાં ફાયરસાઇડ ચેટ યોજાઈ ઈવેન્ટમાં અભિનેતા અને ઉદ્યોગસાહસિક સુનીલ શેટ્ટી, ડૉ. આરોકિયાસ્વામી વેલુમણિ અને મંતવ્ય ગજ્જર વચ્ચે ખાસ ફાયરસાઇડ વાતચીત યોજાઈ હતી. આ ઉપરાંત ગૌરવ તનેજા, રણવીર અલ્લાહબાદિયા અને પાર્શ્વ કોઠારી જેવા જાણીતા ક્રિએટર્સે પર્સનલ બ્રાન્ડ્સ અને ક્રિએટર ઈકોનોમી પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ચર્ચાઓએ ઈવેન્ટમાં ટેક્નોલોજી સાથે બિઝનેસ સ્ટોરીઝનો એક નવો દ્રષ્ટિકોણ ઉમેર્યો હતો. 24 કલાકની કોડિંગ મેરેથોન યોજી ઓડૂ ઈન્ડિયાએ 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મેળવ્યું ઓડૂ ઈન્ડિયાએ તેના ગાંધીનગર હેડક્વાર્ટરમાં આયોજિત 24 કલાકની કોડિંગ મેરેથોન 'ઓડૂ હેકાથોન 26' દ્વારા નવો ઇતિહાસ રચ્યો છે. જેમાં ૫૨૯ ટીમોના 1,532 ડેવલપર્સ જોડાયા હતા. "ઓફલાઈન 24-કલાકની રિક્રુટમેન્ટ હેકાથોનમાં મહત્તમ સહભાગીઓ" ના રેકોર્ડ બદલ કંપનીને 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મળ્યું છે, જેનું આ કાર્યક્રમ દરમિયાન વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઓલિવ ઓઇલના બોક્સની આડમાં કન્ટેનરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરા PCBએ 934 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા, રૂ. 30.39 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો
    Next Article
    સતત બે દિવસથી જિલ્લામાં વરસાદી મહાલો:તળાજામાં એક ઈંચ, વલ્લભીપુર, મહુવા તથા જેસરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment