Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બે દિવસથી જિલ્લામાં વરસાદી મહાલો:તળાજામાં એક ઈંચ, વલ્લભીપુર, મહુવા તથા જેસરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    7 hours ago

    હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અને ભાવનગર ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જેના કારણે ભાવનગરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને સવારથી જ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજામાં એક ઈંચ, વલ્લભીપુર, મહુવા તથા જેસરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો, શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, નીલમબાગ સર્કલ, નવાપરા, કાળાનાળા, વઘાવાડી રોડ, હિમાલિયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે, ભાવનગર જિલ્લામાં સવારના 6 થી બપોરના 12 વાગ્યાથી સુધીમાં વરસાદના આંકડા વલ્લભીપુરમાં - 13 મિમી, ઉમરાળામાં -4 મિમી, ભાવનગરમાં - 1 મિમી, ઘોઘામાં - 0 મિમી, સિહોરમાં - 3 મિમી, ગારીયાધારમાં - 0 મિમી, પાલીતાણામાં - 2 મિમી, તળાજામાં - 22 મિમી, મહુવામાં - 12 મિમી તથા જેસરમાં - 11 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જ્યારે ઘોઘા અને ગારીયાધાર બે તાલુકા કોરા ધાક રહ્યા હતા...
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં બે દિવસીય 'ઓડૂ એક્સપિરિયન્સ 2026'નું આયોજન કરાયું:ઓડૂ એક્સપિરિયન્સમાં બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન 'ઓડૂ 20' નું લોન્ચિંગ
    Next Article
    આંબલી ગામ ફરી પાણી પાણી:ઘૂંટણસમા પાણીથી વાહનચાલકો ફસાયા, માંડ માંડ પસાર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment