Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે

    15 hours ago

    એક લીટર પેટ્રોલના 335 રૂપિયા.... એક લીટર ડીઝલના 321 રૂપિયા.... આ ભાવ વાંચીને ગભરાતા નહીં કેમ કે આ આંકડા ભારતના નહીં પણ આપણા પડોશી દેશ પાકિસ્તાનના છે. ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધના વમળમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર નીકળવા માટે માત્ર જનતાની પરસેવાની કમાણી નીચોવવાનો રસ્તો જ દેખાઇ રહ્યો છે. વૈશ્વિક ઓઇલ સંકટનું બહાનુ ધરીને શાહબાઝ સરકારે પેટ્રોલમાં એકઝાટકે 55 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. જેનાથી પાકિસ્તાની જનતાની કમર તૂટી ગઇ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર પણ સંપૂર્ણપણે IMFની ગુલામી હેઠળ છે. શું પાકિસ્તાન આ આર્થિક સુનામીમાં ટકી શકશે કે પછી IMFની શરતો અને ઓઇલ સંકટ તેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે? ભાવ વધારાથી પાકિસ્તાનીઓમાં કેવો રોષ છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે પાકિસ્તાનના પત્રકાર જબ્બાર ચૌધરી સાથે વાત કરી હતી. પાક.માં મંત્રીઓને પોતાના ખર્ચે પેટ્રોલ-ડીઝલ પૂરાવવાનો આદેશ એકતરફ ભારત રશિયા સાથે સ્માર્ટ ડીલ કરીને પોતાની ઇકોનોમી મજબૂત કરી રહ્યું છે ત્યારે બીજીતરફ પાકિસ્તાન તેના કટ્ટર વલણના કારણે પાયમાલ થઇ રહ્યું છે. પાકિસ્તાનની સરકારે મંત્રીઓને પોતાના ખિસ્સાના ખર્ચે પેટ્રોલ-ડીઝલ પુરાવવાનો આદેશ આપ્યો છે અને સરકારી ગાડીઓના ઉપયોગ પર કાપ મૂકવો પડ્યો છે. 60% ગાડીઓ બંધ રખાશે. અઠવાડિયામાં ફક્ત 4 જ દિવસ ઓફિસો શરૂ રખાશે. પેટ્રોલનો ઓછો ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓનું ભણતર પણ ઓનલાઇન કરી દીધું છે. રેલવે ભાડામાં વધારો, LPGના આસમાને પહોંચતા ભાવ અને પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 400-500 રૂપિયા થવાની દહેશતે પાકિસ્તાનને મેન્ટલ ટ્રોમામાં ધકેલી દીધું છે. પત્રકાર જબ્બાર ચૌધરીએ શાહબાઝ સરકારે લીધેલા આવા નિર્ણયો પાછળનું કારણ જણાવ્યું. પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસિસ તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસીસ થવાનો ડર છે જેથી સરકાર ખૂબ જ પરેશાન થઇ ગઇ છે. બીજીતરફ આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તેવો પણ ડર છે. પાકિસ્તાનની ઓઇલ ડિપેન્ડન્સી ગલ્ફ કન્ટ્રીઝ પર છે. હાલમાં આ બધું બંધ છે. આ જ કારણે હાલ પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસીસ જોવા મળી રહી છે. પાકિસ્તાનની એક્સપોર્ટ સિસ્ટમ પર પણ પ્રોબ્લેમ આવશે. હાલમાં જે દરિયાઇ માર્ગ છે તે સુરક્ષિત નથી. પાકિસ્તાન સરકારે એક અઠવાડિયામાં પેટ્રોલની કિંમતમાં 55 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અત્યારે 330 રૂપિયા પર પહોંચ્યું જબ્બાર ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધી પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 260 રૂપિયાની આસપાસ હતો પણ હવે ભાવ વધતાં પેટ્રોલ 330 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. 1-2 દિવસ પહેલાં ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. જો હજુપણ ઘટાડો થશે તો કદાચ પાકિસ્તાની 1-2 દિવસ પછી ફરી એકવાર પ્રાઇઝ રિવાઇઝ કરશે. ભારતની જેમ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજેરોજ ફેરફાર નથી થતો. જો કે હવે દર અઠવાડિયે રિવ્યૂ કરાશે. તેમના મતે, પાકિસ્તાનમાં અત્યાર સુધી દર મહિને ભાવમાં ફેરફાર થતો હતો. આ ભાવ પાકિસ્તાનના દરેક ખૂણામાં એક જ સરખો હોય છે. હાલમાં પાકિસ્તાનમાં જે પરિસ્થતિનું નિર્માણ થયું છે એ જોતાં સરકારે નિર્ણય કર્યો છે કે હવે દરેક અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે. જેના પછી ભાવ નક્કી થશે. ઓઇલ રિઝર્વ કેપેસિટી એક મહિનાની પાકિસ્તાનની ઓઇલ રિઝર્વ કેપેસિટી એકાદ મહિના જેટલી જ છે. જો કે ટ્રમ્પના નિવેદન બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ પહેલાંના ભાવે મળતા થઇ જશે તેવી આશા પત્રકાર ચૌધરીને છે. તેઓ કહે છે કે, ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર વિશ્વ પર પડી રહી છે. એ લોકો આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે. પાકિસ્તાન નાની ઇકોનોમી ધરાવતો દેશ છે. આવામાં પાકિસ્તાન પાસે રિઝર્વ કરવાની ક્ષમતા પણ એકાદ મહિના જેટલી જ હોય છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હિંટ આપી છે કે યુદ્ધ હવે પૂરૂં થવા આવ્યું છે. જો આવું થાય તો પાકિસ્તાનમાં પહેલાં જે ભાવે પેટ્રોલ મળતું હતું તે જ ભાવે મળવા લાગે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં પાકિસ્તાનીઓમાં રોષ હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો. તેમણે જણાવ્યું, પાકિસ્તાન સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી લોકોમાં રોષ છે જ. આ વાતને કોઇ નકારી શકે તેમ નથી. અમારે ત્યાં પેટ્રોલ-ડીઝલમાં તો એક રુપિયો કે બે રૂપિયા પણ વધે તો લોકો કોમેન્ટ કરે છે. પેટ્રોલના ભાવ વધવાને કારણે બાકી બધી વસ્તુઓના ભાવ ઉપર પણ તેની અસર પડે છે. ચીજવસ્તુઓના ભાવ વધવાનો ડર તેઓ આગળ કહે છે કે, આવી પરિસ્થિતિમાં સામાન્ય જનતાની સુવિધાઓ ઉપર ચોક્કસ અસર થઇ જ છે. કેમ કે સરકારે 55 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. બીજી તરફ પાકિસ્તાની સરકાર પોતાનો બેલ્ટ પણ ટાઇટ કરી રહી છે. શાહબાઝ શરીફે જે રીતે પાકિસ્તાનની જનતાને કરેલા સંબોધનમાં માત્ર એવું કહ્યું છે કે એનર્જીનો જેટલો ઓછો ઉપયોગ થઇ શકે તેટલો કરો. જેથી પેટ્રોલ-ડીઝલ મોંઘા ભાવે બહારથી લેવા ન પડે. ભાવ વધારો થોડા દિવસ રોકી શકાય તેમ હતો પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવ વધારતા પહેલાં જે હોમવર્ક કરવું પડે તે નથી કર્યું. શું તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે? આ સવાલ અંગે જબ્બાર ચૌધરીએ કહ્યું, ભાવ વધારાને કેટલાક દિવસ સુધી હજુપણ રોકી શકાય તેમ હતો. જો કે છેવટે તો આ કરવું પડે તેમ હતું. આ સિવાય પાકિસ્તાન પાસે બીજો કોઇ રસ્તો જ નહોતો. પેટ્રોલની કિંમત 400-500 રૂપિયા સુધી પહોંચશે? પેટ્રોલના ભાવ વધતાં પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આ ભાવ વધારો પેટ્રોલ બોમ્બથી કંઇ ઓછો નથી. આ પરિસ્થિતિ વિશે જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, પાકિસ્તાનના લોકો માનસિક રીતે તૈયાર છે કે પેટ્રોલની કિંમત 400 થી 500 રૂપિયા સુધી પણ જઇ શકે છે. તેમણે ભારતને રશિયા તરફથી મળતાં ઓઇલને સફળતા ગણાવી અને પાકિસ્તાન હાલમાં વૈકલ્પિક રસ્તો શોધી રહ્યું હોવાનું કહ્યું. 'હિન્દુસ્તાનને રશિયા તરફથી જે ઓઇલ મળ્યું છે એ ભારતની સફળતા છે. હિન્દુસ્તાનની ઇકોનોમી ખૂબ જ મોટી છે એટલું જ નહીં ઇઝરાયલ સાથે સારા સંબંધો પણ છે. તમે જાણો છો કે પાકિસ્તાનના તો ઇઝરાયલ સાથે સંબંધ છે નહીં, જે જગ્યાએ સંબંધ છે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આવામાં કુવૈત, ઇરાકે પણ એક્સપોર્ટ બંધ કરી દીધું છે. પાકિસ્તાન હાલમાં વૈકલ્પિક રસ્તો કરી રહ્યું છે.' GDP પર નેગેટિવ અસરની શક્યતા તેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાનની સરકાર આવી પરિસ્થિતિમાં પેટ્રોલનો ભાવ હજી એક અઠવાડિયા પછી વધારી શકતી હતી. પાકિસ્તાને અત્યાર સુધીમાં આ એક ખરાબ કામ કર્યું છે. બાકી તો આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનમાં આવતી વસ્તુઓ અટકે નહીં તે માટે સરકારે કામગીરી કરી છે. હાલમાં જે પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ એક મહિનો સુધી ચાલે તો પણ વાંધો આવે તેમ નથી પણ આવું ને આવું 5 કે 6 મહિના સુધી ચાલ્યું તો મને લાગે છે કે તેની અસર આવી શકે છે. જો એક્સપોર્ટવાળો મામલો લાંબા સમય સુધી ચાલે તો પાકિસ્તાનની GDP ઉપર નેગેટિવ અસર પડી શકે છે. પાકિસ્તાન IMF સાથે જોડાયેલું હોવાથી તે સબસિડી આપી શકે તેમ નથી. આ અંગે જબ્બાર કહે છે કે, પાકિસ્તાનની મજબૂરી એ છે કે તે IMFના પ્રોગ્રામમાં જોડાયેલુ છે. આવામાં પાકિસ્તાન પોતાની મરજીથી કંઇ કરી શકતું નથી. પાકિસ્તાન કોઇ સબસિડી આપી શકે તેમ નથી કેમ કે IMFએ સબસિડી આપવાની ના પાડી છે. જો સ્થિતિ બગડે તો પાકિસ્તાન IMFના પ્રોગ્રામમાંથી બહાર નીકળી શકે છે. એ પછી સરકારની જેટલી પણ બચત છે તેના પર નિર્ભર રહેશે. એવું નહીં બને કે સરકાર જનતાને છોડી દે. પાકિસ્તાન આવી પરિસ્થિતિમાં IMFની પણ ચિંતા નહીં કરે.
    Click here to Read More
    Previous Article
    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે ચોથો દિવસ:LPG સિલિન્ડર મામલે વિપક્ષનો વિરોધ; ગઈકાલે લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયો
    Next Article
    ચોટીલા ઉત્સવમાં પરંપરાગત લોકનૃત્યોની રજૂઆત:રાજ્યભરના કલાકારોએ ગણેશ વંદના, લાવણી, હૂડો રાસ રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment