Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે ચોથો દિવસ:LPG સિલિન્ડર મામલે વિપક્ષનો વિરોધ; ગઈકાલે લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયો

    12 hours ago

    દેશભરમાં LPG સિલિન્ડરની અછત મામલે આજે સંસદમાં વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સમસ્યાને મુદ્દો બનાવતા, વિપક્ષે સરકાર પર લોકોના રસોડા પર સીધો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. સત્ર શરૂ થાય તે પહેલાં વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં એકઠા થયા હતા, તેઓએ પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં રાખ્યા હતા. નેતાઓએ જણાવ્યું હતું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી લાખો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પરિસ્થિતિને હળવાશથી લઈ રહી છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે ચોથો દિવસ છે. આજે પણ બંને ગૃહોમાં વિપક્ષના હોબાળાની શક્યતા છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર અને વિપક્ષ સામસામે છે. વિપક્ષ આજે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સૂત્રો અનુસાર, પ્રસ્તાવ લાવવા માટે સાંસદોની સહીઓ કરાવી લેવામાં આવી છે. બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. ત્યારથી ગૃહમાં સતત હોબાળો જોવા મળી રહ્યો છે. લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. લગભગ 119 વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે સ્પીકર ગૃહ ચલાવતી વખતે પક્ષપાત કરી રહ્યા છે અને વિપક્ષને બોલવાની પૂરતી તક આપવામાં આવી રહી નથી. આ મુદ્દે ગઈકાલે ગૃહમાં લગભગ 13 કલાક ચર્ચા ચાલી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું- અમે જ્યારે પણ બોલવા જઈએ છીએ, ત્યારે અમને રોકવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી રાહુલના આરોપો અને સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સરકાર વતી જવાબ આપ્યો. શાહે કહ્યું- જ્યારે બોલવાનો મોકો આવે છે ત્યારે રાહુલ ગાંધી જર્મનીમાં હોય છે, ઇંગ્લેન્ડમાં હોય છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર:ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે, ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આપી મંજૂરી
    Next Article
    ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment