Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ઉત્સવમાં પરંપરાગત લોકનૃત્યોની રજૂઆત:રાજ્યભરના કલાકારોએ ગણેશ વંદના, લાવણી, હૂડો રાસ રજૂ કર્યા

    9 hours ago

    ચોટીલા ઉત્સવ-2026 અંતર્ગત ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં લોકનૃત્ય અને લોકસંગીતની રજૂઆત થઈ હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો દ્વારા ગણેશ વંદના, લાવણી નૃત્ય, હૂડો રાસ, ગોહિલવાડીના પ્રાચીન ગરબા તથા પાવરી નૃત્ય સહિતના પરંપરાગત લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના સમાપ્તિએ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ભાગ લેનાર તમામ લોકનૃત્ય મંડળીઓ અને કલાકારોને પ્રમાણપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપે છે, તેમજ યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા પ્રેરિત કરે છે. ચોટીલા ઉત્સવમાં યોજાયેલા કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને લોકસંસ્કૃતિનો આનંદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે
    Next Article
    Iran's Hormuz Clearance To India? Big Indication In BJP Leader's Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment