Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપાની બેઠકમાં મેયરના ખાસ સાહિલ પટેલની હાજરીથી વિવાદ:PAએ પૂર રાહતનું કામ હોવાનો ખુલાસો કર્યો

    1 day ago

    નવસારી મહાનગરપાલિકાની એક સત્તાવાર બેઠકમાં મોટો વિવાદ થયો છે. મેયરના ખાસ ગણાતા સાહિલ પટેલ કોઈ પણ સત્તાવાર હોદ્દા વગર આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. સાહિલ પટેલને નવસારી મનપાના પ્રથમ મેયર અશોક ધોરાજીયાના ખાસ ગણવામાં આવે છે. બેઠક દરમિયાન તેઓ નગરસેવકોની હરોળમાં અને ડાયસ ઉપર બેઠા હતા. જોકે, તેમને મેયરના પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે પણ કોઈ સત્તાવાર દરજ્જો કે હોદ્દો આપવામાં આવ્યો નથી. ગત મહિને નવસારીમાં પૂર આવ્યું હતું. ત્યારે ટાઉનહોલ ખાતે મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં પણ સાહિલ પટેલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની વચ્ચે ડાયસ ઉપર પોતાની ખુરશી મેળવી લીધી હતી. તેમનું આ વર્તન ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને પસંદ ન આવ્યું હોવા છતાં, મેયરના અત્યંત અંગત હોવાના દાવાને કારણે કોઈએ ખુલ્લો વિરોધ કર્યો ન હતો. આ સમગ્ર વિવાદ અંગે સાહિલ પટેલે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'મારો જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તે 31 જુલાઈ 2026 નો છે. ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાની મીટિંગ ન હતી, પરંતુ પૂર વખતે બચાવ કામગીરી અંગે મીટિંગ રાખવામાં આવી હતી.' તેમણે ઉમેર્યું હતું કે, 'જેમાં આશરે 58 સ્થાન પર કયા બે કર્મચારી ત્યાં હાજર રહેશે, તેનું નામ અને મોબાઈલ નંબર લખવા માટે મને મેયરનો આદેશ હતો. તેથી ત્યાં હું બેસીને તે નામ અને મોબાઈલ નંબર લખતો હતો.' સાહિલ પટેલે વધુમાં કહ્યું કે, 'હું મહાનગરપાલિકાની કોઈપણ સત્તાવાર મીટિંગમાં બેઠો નથી અને બેસીશ પણ નહીં. આજે જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, તેનો હેતુ મને બદનામ કરવાનો અને મારા વ્યક્તિત્વ પર સવાલ ઉઠાવવાનો છે. વાસ્તવિકતા આ છે.'
    Click here to Read More
    Previous Article
    મુંબઈથી અપહરણ કરી સગીરાને યુવક સુરત લઈ આવ્યો:પૈસાની જરૂર પડતા આઇફોન વેચવા ગયો ને ભાંડો ફૂટ્યો, VHP એ સુલતાનને વરાછામાંથી ઝડપી પોલીસને હવાલે કર્યો
    Next Article
    તરણેતર મેળામાં 24 કલાક સફાઈ વ્યવસ્થા ગોઠવાઈ:180 કર્મચારીની ટીમ ત્રણ શિફ્ટમાં કામ કરશે, સ્વચ્છતા જાળવવા ખાસ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment