Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતર મેળામાં 24 કલાક સફાઈ વ્યવસ્થા ગોઠવાઈ:180 કર્મચારીની ટીમ ત્રણ શિફ્ટમાં કામ કરશે, સ્વચ્છતા જાળવવા ખાસ આયોજન

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આવેલા પ્રસિદ્ધ તરણેતર ખાતે આગામી 14 થી 17 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાતો આ મેળો ભારતીય લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રાલંકારો, ભાતીગળ છત્રીઓ, રાસ-ગરબા અને ધાર્મિક શ્રદ્ધાનો સંગમ છે. તરણેતર ગ્રામ પંચાયતે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સ્વચ્છ વાતાવરણ આપવાનો સંકલ્પ કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં દેશ-વિદેશથી લાખો લોકો આવે છે. આટલી મોટી ભીડ એકઠી થતી હોવાથી મેળા પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાં સારી સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને તરણેતર ગ્રામ પંચાયતે મેળા પહેલા જ મોટી સફાઈ ઝુંબેશ અને વ્યવસ્થિત ગોઠવણ કરી છે. મેળામાં લોકોની અવરજવર સતત ચાલુ રહે છે. તેથી સફાઈ કાર્ય 24 કલાક અવિરત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તરણેતરના તલાટી-કમ-મંત્રી એચ.જી.જોગરાણાએ જણાવ્યું કે, આ વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટે કુલ 180 તાલીમબદ્ધ સફાઈ કર્મચારીઓની ટીમ તૈયાર કરાઈ છે. આ કર્મચારીઓ મેળાના જુદા જુદા ઝોન, મુખ્ય રસ્તાઓ, ખાણી-પીણીના સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળો અને મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં સ્વચ્છતા પર સતત નજર રાખશે. તેઓ ગંદકી દૂર કરવાનું કામ સંભાળશે. સફાઈ અભિયાનમાં સાતત્ય જળવાઈ રહે તે માટે 24 કલાકને 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં વહેંચવામાં આવ્યા છે. દરેક શિફ્ટમાં 60-60 સફાઈ કર્મચારીઓ પૂરી નિષ્ઠાથી કામ કરશે. એક શિફ્ટ પૂરી થતાં જ બીજી શિફ્ટના કર્મચારીઓ તરત જ કામ સંભાળી લેશે. આનાથી સફાઈ પ્રક્રિયામાં કોઈ અસર નહીં પડે. દિવસ દરમિયાન તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે પણ સફાઈ કામગીરી ચાલુ રહેશે. મોટી સંખ્યામાં લોકો આવવાથી જુદી જુદી જગ્યાએ કચરો ભેગો થવાની પૂરી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે કચરાને ઝડપથી ભેગો કરવા અને યોગ્ય રીતે નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી છે. સફાઈ કર્મચારીઓ નક્કી કરેલા સમય મુજબ ફરજ પર રહીને આખા પરિસરને સ્વચ્છ રાખશે. વહીવટી તંત્રએ મેળાની ભવ્યતાની સાથે સાથે સ્વચ્છતા અને સારી વ્યવસ્થાપનની પણ એક અલગ છાપ ઊભી થાય તે માટે ખાસ પ્રયાસો કર્યા છે, જેથી મુલાકાતીઓને એક સુખદ અને આહલાદક અનુભવ પ્રાપ્ત થાય. આટલી સુદૃઢ વ્યવસ્થા હોવા છતાં, મેળાની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરીને સફળ બનાવવા મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો સહયોગ આવશ્યક છે. મુલાકાતીઓ કચરો જાહેર સ્થળોએ ન ફેંકે, કચરાપેટીનો ઉપયોગ કરે તથા મેળા પરિસરની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને તે આવશ્યક છે. દરેક નાગરિક પોતાની જવાબદારી સમજી સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા દાખવે તો આ પવિત્ર અને સાંસ્કૃતિક મેળો સ્વચ્છતાનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મનપાની બેઠકમાં મેયરના ખાસ સાહિલ પટેલની હાજરીથી વિવાદ:PAએ પૂર રાહતનું કામ હોવાનો ખુલાસો કર્યો
    Next Article
    After P Chidambaram Questions BRICS Benefits, Shashi Tharoor Lists Some

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment