Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલપતિ વિજયની ‘જન નાયકન’ની OTT ડીલ કેન્સલ:એમેઝોન પ્રાઇમ વીડિયોએ 120 કરોડનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો; સેન્સર વિવાદમાં ફસાઈ છે ફિલ્મ

    16 hours ago

    થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન'ની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્સર બોર્ડ સાથે ચાલી રહેલા વિવાદ અને રિલીઝમાં થઈ રહેલા વિલંબને કારણે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોએ ફિલ્મ સાથેની પોતાની ડીલ રદ કરી દીધી છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ 'જન નાયકન'ના ડિજિટલ રાઇટ્સ માટે લગભગ 120 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. ચાહકો છેલ્લા બે મહિનાથી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તેની રિલીઝ ડેટ ફાઇનલ થઈ શકી નથી. 120 કરોડની ડીલમાંથી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પાછળ હટ્યું હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ ક્યારે મળશે અને તે સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર, આ જ કારણોસર એમેઝોન પ્રાઇમ વીડિયોએ આ ડીલ રદ કરી છે. સામાન્ય રીતે, OTT પ્લેટફોર્મ્સ થિયેટર રિલીઝની તારીખના આધારે જ કરાર કરે છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, મામલો કોર્ટ સુધી પહોંચ્યો 'જન નાયકન'ને શરૂઆતમાં 9 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું આયોજન હતું. પરંતુ સેન્સર બોર્ડ (CBFC) એ ફિલ્મના કેટલાક સીન પર વાંધો ઉઠાવ્યો અને તેને હટાવવાનો નિર્દેશ આપ્યો. બોર્ડનું માનવું હતું કે કેટલાક દ્રશ્યો ખૂબ જ સંવેદનશીલ છે. આ પછી, નિર્માતાઓ અને સેન્સર બોર્ડ વચ્ચે વિવાદ વધ્યો અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા પછી પણ ફિલ્મ અધ્ધરતાલ લટકેલી છે. 9 માર્ચની સ્ક્રીનિંગ પણ રદ થઈ વિવાદ ઉકેલવા માટે મેકર્સે કોર્ટમાંથી કેસ પાછો ખેંચ્યો અને રિવાઇઝિંગ કમિટી પાસે પહોંચ્યા. 9 માર્ચે ફિલ્મની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ કમિટીના એક સભ્ય બીમાર પડવાને કારણે તેને રદ કરવી પડી. સ્ક્રીનિંગ રદ થવાથી રિવ્યૂ પ્રક્રિયામાં વધુ વિલંબ થયો છે. થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ વિજયની આ છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે. વિજય તમિલગા વેટ્રી કઝગમ (TVK) પાર્ટીના પ્રમુખ છે. તેની પાર્ટીએ માર્ચ-એપ્રિલમાં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તાજેતરમાં વિજયે પોતાની એક્ટિંગ કારકિર્દીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેણે 33 વર્ષની લાંબી ફિલ્મી કારકિર્દી પછી ફિલ્મોને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો. તેણે આ જાહેરાત મલેશિયામાં ફિલ્મના ઓડિયો લોન્ચ દરમિયાન કરી હતી. હવે તે રાજકારણમાં સંપૂર્ણપણે સક્રિય થશે.
    Click here to Read More
    Previous Article
    દીકરી સાથે દુબઈમાં ફસાયેલી લારા દત્તા ભારત પરત ફરી:કહ્યું- મેં વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો કારણ કે ત્યાંની હાલત જોઈને લાગતું નહોતું અમે બચી શકશું
    Next Article
    ''વર્લ્ડ કિડની ડે''ના દિવસે અવેરનેસ સેમિનાર યોજાયો:ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડ દ્વારા આયોજન કરાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment