Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરી સાથે દુબઈમાં ફસાયેલી લારા દત્તા ભારત પરત ફરી:કહ્યું- મેં વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો કારણ કે ત્યાંની હાલત જોઈને લાગતું નહોતું અમે બચી શકશું

    17 hours ago

    મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દુબઈમાં ફસાયેલી એક્ટ્રેસ લારા દત્તા અને તેની 14 વર્ષની દીકરી સુરક્ષિત મુંબઈ પરત ફર્યા છે. લારાએ જણાવ્યું કે દુબઈના જેબેલ અલી પોર્ટ નજીક બોમ્બમારાને કારણે સ્થિતિ ચિંતાજનક હતી. સાથે જ એક્ટ્રેસે જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પર વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો, કારણ કે તેને લાગ્યું કે આ તેનો છેલ્લો સંદેશ પણ હોઈ શકે છે. લારા દત્તાએ 4 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો પોસ્ટ કરીને દુબઈમાં પોતાની દીકરી સાયરા સાથે ફસાયેલા હોવાનો અનુભવ શેર કર્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં લારા દત્તાએ તાજેતરમાં જણાવ્યું કે તેનું ઘર જેબેલ અલી પોર્ટથી લગભગ 10 કિલોમીટર દૂર છે, જ્યાં સતત બોમ્બમારો થઈ રહ્યો હતો. પરિવાર પાસે પાછા ફરવા માટે તેણે જોખમ ઉઠાવવાનો નિર્ણય કર્યો. લારાએ જણાવ્યું કે તે બે કલાકની યાત્રા કરીને ફુજૈરાહ પહોંચ્યા. તેના એક દિવસ પહેલા જ ફુજૈરાહ પોર્ટ અને ઓઇલ રિફાઇનરી પર પણ હુમલો થયો હતો. આ સફર ખૂબ જ ડરામણી હતી. એરપોર્ટ પર પણ ધડાકા સંભળાતા હતા: લારા લારા દત્તાએ જણાવ્યું કે એરપોર્ટ પર પણ ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા હતા અને બધાને આશા હતી કે કોઈ હુમલો ન થાય. તેણે એરલાઇન્સની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આ અનુભવની અસર તેની દીકરી પર પડી શકે છે. લારાએ જણાવ્યું કે- મજાકમાં તેણે ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં પોતાના કો-સ્ટાર અક્ષય કુમારને કહ્યું કે તેને એવું લાગી રહ્યું હતું, જાણે કે તે ફિલ્મ ‘એરલિફ્ટ 2’નો ભાગ હોય. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો એક ખાનગી કારણસર શેર કર્યો હતો. તે પોતાની દીકરી સાથે એકલા એક જોખમી યાત્રા પર નીકળવાના હતા અને તે સમયે સ્થિતિને લઈને ઘણી અનિશ્ચિતતા હતી. તેના મનમાં એ પણ વિચાર આવ્યો કે કદાચ આ વીડિયો છેલ્લો મેસેજ હોઈ શકે છે. આ જ કારણોસર તેણે તેને પોસ્ટ કરવાનો નિર્ણય કર્યો. લારા દત્તા છેલ્લા ત્રણ વર્ષથી દુબઈમાં રહી રહી છે. તેણે જણાવ્યું કે તેની દીકરી ત્યાં એક પ્રખ્યાત ટેનિસ કોચ સાથે ટ્રેનિંગ કરી રહી છે. તે સમયે તેમના પતિ મહેશ ભૂપતિ કામના સંબંધમાં લંડનમાં હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો લારા દત્તા જલ્દી જ અહેમદ ખાનની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
    Click here to Read More
    Previous Article
    LPG સંકટઃ પંજાબમાં સિલિન્ડર લઈને લોકો ભાગ્યા:2 હજારના સિલિન્ડરનો ભાવ 4 હજાર, દિલ્હીમાં કોંગ્રેસનું ચૂલો લઈને પ્રદર્શન, રાજસ્થાનમાં સિલિન્ડરની અંતિમયાત્રા કઢાઈ
    Next Article
    થલપતિ વિજયની ‘જન નાયકન’ની OTT ડીલ કેન્સલ:એમેઝોન પ્રાઇમ વીડિયોએ 120 કરોડનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો; સેન્સર વિવાદમાં ફસાઈ છે ફિલ્મ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment