Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ''વર્લ્ડ કિડની ડે''ના દિવસે અવેરનેસ સેમિનાર યોજાયો:ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડ દ્વારા આયોજન કરાયું

    14 hours ago

    ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડ દ્વારા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે એક એક અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં કિડનીની જરૂરિયાત અને તેની જાળવણી અને મહત્વની કેટલીક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ કિડની દિવસની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ કિડનીના સ્વાસ્થ્ય અને રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે વિશ્વભરમાં વિશ્વ કિડની દિવસ ની ઉજવણી 12 માર્ચ કરવામાં આવી છે. કિડનીના રોગો વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને અસર કરે છે. તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ, હાઇ બ્લડપ્રેસર અને આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે. ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ અને હાઇ બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે. કિડનીના રોગોના લક્ષણો જોવામાં આવે તો પગ હાથ અથવા ચહેરામાં સોજા આવવા, હાઇબ્લડ પ્રેશર હોવું, લોહીની ઉણપ અથવા એનીમીયા, હાડકાની સમસ્યાઓ જેવી કે હાડકાની નબળાઈ. કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકોએ નિયમિત તપાસ કરાવવી. સારી આરોગ્યશૈલી અપનાવવી અને રોગોના લક્ષણોને ઓળખવા માટે જાગૃત રહેવું જોઇએ. આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડના ડિરેકટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ જણાવ્યું હતું કે વિશ્વ કિડની દિવસે અમે લોકોને જાગૃત કરવા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ રોગથી બચી શકાય છે પરંતુ તેના માટે જાગૃતતા હોવી જરૂરી છે. સમયસર ચેકઅપ થવું જોઈએ જેથી તેની સમયસર સારવાર થઇ શકે તો આ રોગથી અવશ્ય મુક્તિ મળી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    થલપતિ વિજયની ‘જન નાયકન’ની OTT ડીલ કેન્સલ:એમેઝોન પ્રાઇમ વીડિયોએ 120 કરોડનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો; સેન્સર વિવાદમાં ફસાઈ છે ફિલ્મ
    Next Article
    શામળાજી પાસે SMC ટીમે આરોપી પર ફાયરિંગ કર્યું:શામળાજી પાસે ગુજસીટોકના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસની કાર્યવાહી, હિંમતનગર સિવિલમાં ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment