Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    OTP વગર જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા:કડીના નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી 1.85 લાખ બારોબાર ઊપડી ગયા

    8 hours ago

    કડી પોલીસ મથકે નિવૃત્ત શિક્ષક સાથે થયેલી સાયબર ફ્રોડની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. કડીની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય દશરથભાઈ ગાંડાલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનું કડી પટેલ ભુવન ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું આવેલું છે, જેમાં તેમનું પેન્શન જમા થાય છે. ગત 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવેક વાગ્યે તેમના મોબાઈલ પર બેંકમાંથી 30,000 રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. કુલ 1,85,510 રૂપિયા ઉપડી ગયા મેસેજ મળતાં જ તેમણે તરત જ YONO SBI એપમાં ચકાસણી કરતા ખાતામાં માત્ર 5 રૂપિયા જ જમા બોલતા હતા. વધુ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન આઈડી દ્વારા તબક્કાવાર 28,908, 6,900, 29,998, 30,000, 29,708, 29,996 અને 30,000 રૂપિયા મળીને કુલ 1,85,510 રૂપિયા ઉપડી ગયા હતા. OTP વગર જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા કોઈપણ પ્રકારનો OTP આપ્યા વગર જ ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જતા દશરથભાઈએ તેમના પુત્ર નિતીનને જાણ કરી સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બેંકમાં જઈ મેનેજરને અરજી આપી બેંક સ્ટેટમેન્ટ મેળવ્યું હતું. ખાતામાંથી ગાયબ થયેલી રકમ પરત ન મળતા આખરે તેમણે બેંક ખાતામાંથી અજાણ્યા શખસે બારોબાર 1,85,510 રૂપિયા ઉપાડી લીધા હોવાની કડી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનો દાવો- ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ સાથે સમજૂતી થઈ:અમેરિકા ગ્રીનલૅન્ડમાં વધુ સૈનિકો તૈનાત કરશે; ડેનમાર્કે કહ્યું- સાર્વભૌમત્વ અમારું રહેશે
    Next Article
    સિમલાથી સફરજન લાવ્યો, દમણથી બિયર ભર્યો‎:પાલેજ પાસેના બંધ પેટ્રોલપંપ પરથી ટ્રક પોલીસે ઝડપી પાડી,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment