Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિમલાથી સફરજન લાવ્યો, દમણથી બિયર ભર્યો‎:પાલેજ પાસેના બંધ પેટ્રોલપંપ પરથી ટ્રક પોલીસે ઝડપી પાડી,

    13 hours ago

    ભરૂચ એલસીબીની ટીમે દમણથી બિયરની હેરાફેરીનો મોટો વેપલો ઝડપી પાડ્યો છે. સિમલાથી સફરજનનો જથ્થો ભરી દમણ આવેલો ડ્રાઇવર રૂા. 80 હજારની લાલચમાં ખાલી ટ્રકમાં બિયરના ટીન ભરીને રવાના થયો હતો. પાલેજ નજીક પોલીસે તેને ઝડપી લીધો હતો. ગણેશોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસે પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કડક પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પાલેજ નજીક આવેલા એક બંધ પેટ્રોલ પંપ પર દરોડો પાડી પીએસઆઇ એ.વી. શિયાળીયા અને તેમની ટીમે બિયરના 4,920 ટીન ભરેલી ટ્રક પકડી પાડી છે. પોલીસે ₹7 લાખની કિંમતનો બિયરનો જથ્થો, ટ્રક, અને આઈફોન મળીને કુલ ₹19.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુના ડ્રાઇવરની ધરપકડ કરી છે. ટ્રક ડ્રાઇવર મૂળ હિમાચલ પ્રદેશના સિમલાથી સફરજનનો જથ્થો ભરીને ગુજરાતમાં ડિલિવરી માટે આવ્યો હતો. સફરજન ખાલી કર્યા બાદ ટ્રક ખાલી પરત જતી હતી. હાઇવે ચેકિંગ દરમિયાન પોલીસને શંકા ન જાય તે માટે ખાલી ટ્રકનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે પસંદ કરાયો હતો. સફરજનની ડિલિવરી પૂરી થતાં જ બુટલેગરોના નેટવર્કે ડ્રાઇવરનો સંપર્ક કર્યો હતો. ડ્રાઇવરને માત્ર એક ટ્રિપના ₹80,000 આપવાની લાલચ આપવામાં આવી હતી. દમણથી બિયરના 4,920 ટીન ટ્રકમાં લોડ કરાવાયા હતા. ગણેશોત્સવ દરમિયાન આ જથ્થો ગુજરાતના કયા બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દમણથી માલ ભરાવનાર મુખ્ય સૂત્રધાર કોણ છે તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    OTP વગર જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા:કડીના નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી 1.85 લાખ બારોબાર ઊપડી ગયા
    Next Article
    Shashi Tharoor Makes Grammar Error In PM Modi Birthday Post, Internet Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment