Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પનો દાવો- ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ સાથે સમજૂતી થઈ:અમેરિકા ગ્રીનલૅન્ડમાં વધુ સૈનિકો તૈનાત કરશે; ડેનમાર્કે કહ્યું- સાર્વભૌમત્વ અમારું રહેશે

    8 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું કે અમેરિકાએ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ ગ્રીનલેન્ડમાં અમેરિકાની સૈન્ય હાજરી વધશે. ટ્રમ્પની જાહેરાતના થોડા સમય બાદ ડેનમાર્કના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ કરાર ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વને માન્યતા આપે છે. ગ્રીનલેન્ડના લોકોને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર પણ યથાવત રહેશે. ગ્રીનલેન્ડ ડેનમાર્ક હેઠળનો એક સ્વશાસિત પ્રદેશ છે. કરારની સંપૂર્ણ વિગતો હજુ સામે આવી નથી. કરાર પર આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની સરકારો હસ્તાક્ષર કરશે. તેને અમલમાં મૂકતા પહેલાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની સંસદોની મંજૂરી જરૂરી રહેશે. ગ્રીનલેન્ડમાં અમેરિકા વિરોધી દેશોના સૈન્ય મથકો નહીં હોય ટ્રમ્પે કહ્યું કે કરાર હેઠળ અમેરિકાના વિરોધી દેશો ગ્રીનલેન્ડમાં સૈન્ય મથક બનાવી શકશે નહીં. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ગ્રીનલેન્ડના સંવેદનશીલ વિસ્તારોમાં અમેરિકાની લેખિત મંજૂરી વિના કોઈ મોટું રોકાણ પણ કરી શકાશે નહીં. અમેરિકાના વિદેશ વિભાગના એક અધિકારીએ પણ કહ્યું કે નાટોથી બહારના દેશોને ગ્રીનલેન્ડમાં સૈન્ય મથક બનાવવાની અથવા સૈન્ય હાજરી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓએ હજી આ વાત સ્પષ્ટ કરી નથી. ગ્રીનલેન્ડ આઝાદ થશે તો પણ અમેરિકી સેનાની પહોંચ રહેશે અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ગ્રીનલેન્ડ ભવિષ્યમાં સ્વતંત્ર દેશ બનશે તેવી સ્થિતિમાં પણ આ કરાર લાગુ રહેશે. ગ્રીનલેન્ડ લાંબા સમયથી આઝાદીની માંગ કરી રહ્યું છે અને ત્યાં ઘણા લોકો સ્વતંત્ર દેશ બનવા માંગે છે. હાલમાં ગ્રીનલેન્ડ ડેનમાર્કના અધીન છે અને તેની રક્ષાની જવાબદારી ડેનમાર્ક પાસે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની એક મોટી ચિંતા એ રહી છે કે જો ભવિષ્યમાં ગ્રીનલૅન્ડ સ્વતંત્ર થઈ જાય, તો પણ અમેરિકી સેનાને ત્યાં હાલની સૈન્ય પહોંચ મળતી રહે. અમેરિકા નવા સૈન્ય મથકો પણ બનાવી શકે છે ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ગ્રીનલૅન્ડમાં મોટી સૈન્ય હાજરી વધારવાની પ્રક્રિયા તરત શરૂ કરશે. તેમણે કહ્યું કે ગ્રીનલૅન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં અમેરિકી સેનાની હાજરી વધારી શકાય છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકાના ગ્રીનલૅન્ડમાં એક ડઝનથી વધુ સૈન્ય મથકો હતાં. બાદમાં તેમાંથી મોટા ભાગનાં બંધ કરી દેવામાં આવ્યાં. હાલમાં ત્યાં અમેરિકાનો પિટુફિક સ્પેસ બેઝ આવેલો છે. હાલના અઠવાડિયાઓમાં અમેરિકી સૈન્ય અધિકારીઓ ગ્રીનલૅન્ડની મુલાકાત લઈ જૂના સૈન્ય મથકો ફરી ખોલવાની શક્યતાઓ તપાસી રહ્યા છે. 1951થી ગ્રીનલૅન્ડમાં અમેરિકી સેનાની હાજરી અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પહેલીવાર ગ્રીનલૅન્ડમાં સૈન્ય હાજરી સ્થાપી હતી. 1951માં અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે એક સંરક્ષણ કરાર થયો હતો. આ કરાર હેઠળ અમેરિકાને ગ્રીનલેન્ડમાં સૈન્ય મથકો ચલાવવાની અને ત્યાં પોતાની સૈન્ય પ્રવૃત્તિઓ કરવાની પૂરતી સ્વતંત્રતા મળી હતી. આ કરારમાં નાટો દેશોની સેનાઓને પણ ગ્રીનલેન્ડમાં પ્રવેશની મંજૂરી હતી. પરંતુ તેમાં રશિયા અથવા ચીન જેવા દેશોની સૈન્ય હાજરી પર સ્પષ્ટ પ્રતિબંધ નહોતો. નવા કરારમાં બિન-નાટો દેશોને સૈન્ય મથક બનાવવાથી અને સૈનિકો તહેનાત કરવાથી રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, ગ્રીનલેન્ડ નાટો ક્ષેત્રનો ભાગ હોવાથી, કોઈ બિન-નાટો દેશ ત્યાં સૈન્ય મથક બનાવે તેવી શક્યતા પહેલેથી જ ઘણી ઓછી માનવામાં આવતી હતી. ડેનમાર્કે કહ્યું- કરાર નાટો અને યુરોપ માટે પણ સારો ડેનમાર્કનાં વડાંપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સને કહ્યું કે આ કરારથી આર્કટિક અને ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રની સુરક્ષા મજબૂત થશે. તેમના મતે, તેનાથી નાટો અને યુરોપીય દેશોને પણ લાભ થશે. જાન્યુઆરીમાં અમેરિકા-ડેનમાર્ક વચ્ચે તણાવ વધ્યો હતો ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકા સાથે જોડવાની ઇચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. પરંતુ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓએ આ વિચારને નકારી કાઢ્યો છે. આ વર્ષના જાન્યુઆરીમાં બંને પક્ષો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે ડેનમાર્કની સેનાએ અમેરિકન હુમલાની સ્થિતિમાં ગ્રીનલેન્ડના એરફિલ્ડને નષ્ટ કરવાની યોજના પણ બનાવી હતી. ડેનમાર્કે ગ્રીનલેન્ડમાં સૈનિકો પણ મોકલ્યા હતા. જોકે, આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નહોતી.
    Click here to Read More
    Previous Article
    ‘FAKE NEWS સહન નહીં થાય’:ટ્રમ્પે CNN સહિત 3 મીડિયા માટે વ્હાઇટ હાઉસના દરવાજા કાયમી બંધ કર્યા, વિપક્ષે કહ્યું- 'અમેરિકામાં સરમુખત્યારશાહી'
    Next Article
    OTP વગર જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા:કડીના નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી 1.85 લાખ બારોબાર ઊપડી ગયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment