Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલમાં હૃદયરોગના દર્દીઓ માટે નવી OPD શરૂ થશે:કિડની બિલ્ડિંગમાં ચોથા માળે સુવિધા, નિષ્ણાંત તબીબી કન્સલ્ટેશન કરશે, 2D ઇકો ફ્રીનો લાભ લેતા દર્દીઓ

    14 hours ago

    દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના હૃદયરોગના દર્દીઓ માટે હોસ્પિટલ પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. દર્દીઓને સમયસર, સરળતાથી અને સંપૂર્ણ વિનામૂલ્યે વિશિષ્ટ તપાસ તેમજ સારવાર મળી રહે તે હેતુથી કેમ્પસમાં આવેલા કિડની બિલ્ડિંગના ચોથા માળે અદ્યતન હૃદયરોગ OPD શરૂ થશે. આ સાથે સ્ટેમસેલ બિલ્ડિંગના પહેલા માળે પણ દર્દીઓને આ સુવિધા મળી રહેશે. આ સાથે નિષ્ણાંત તબીબી કન્સલ્ટેશન કરશે કિડની બિલ્ડિંગ ખાતે OPD અને 2D ઇકોનો સમય નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામાએ જણાવ્યું કે, કિડની બિલ્ડિંગના ચોથા માળે દર્દીઓ માટે નિષ્ણાત તબીબોનું કન્સલ્ટેશન અને 2D ઇકો (2D ECHO) ની સુવિધા દરરોજ સવારે 11:00થી બપોરે 1:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, દર્દીઓનો ધસારો ધ્યાને રાખીને સોમવાર, મંગળવાર અને શુક્રવારે સાંજે 4:30 વાગ્યે પણ કન્સલ્ટેશન તથા 2D ઇકોની વિશેષ સાંજની સેવાઓ પૂરી પાડવામાં આવશે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં અઠવાડિયામાં ત્રણ દિવસ મળશે લાભ કેમ્પસમાં આવેલા સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે પણ હૃદયરોગની વિશેષ સેવાઓ જાળવી રાખવામાં આવી છે. અહીં દર સોમવાર, બુધવાર અને શનિવારે બપોરે 12:00થી 1:00 વાગ્યા દરમિયાન દર્દીઓ માટે કાર્ડિયોલોજી કન્સલ્ટેશન અને 2D ઇકોની સુવિધા કાર્યરત રહેશે, જેથી વિવિધ બિલ્ડિંગમાં આવતા દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં લાંબા ધક્કા ખાવા ન પડે. હાર્ટ એટેકના તાત્કાલિક નિદાન માટે તમામ બ્લડ ટેસ્ટ ઉપલબ્ધ મેડિસિન વિભાગના ડૉ. અશ્વિન વસાવાએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અંગે વિગતો આપતાં જણાવ્યું કે, દર્દીઓના તાત્કાલિક નિદાન માટે તમામ આધુનિક વ્યવસ્થા ઊભી કરાઈ છે. હાર્ટ એટેકની સ્થિતિ પારખવા માટે અત્યંત જરૂરી એવા કાર્ડિયાક માર્કર્સ, સીપીકે-એમબી (CPK-MB) અને ટ્રોપોનિન (Troponin) જેવા સ્પેશિયલાઇઝ્ડ રક્ત પરીક્ષણો હોસ્પિટલમાં જ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ ટેસ્ટ રિપોર્ટ્સ ઝડપથી મળવાથી હાર્ટ એટેકનું સચોટ નિદાન કરી ગોલ્ડન અવરમાં જ દર્દીની સારવાર શરૂ કરી શકાય છે. દર મહિને 1 હજારથી વધુ દર્દીઓ સુવિધા મેળવે છે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી સારવારનું માળખું મજબૂત બનતાં દર્દીઓનો વિશ્વાસ પણ વધ્યો છે. હાલમાં ઉપલબ્ધ સુવિધાઓ થકી દર મહિને અંદાજે 1,000થી વધુ દર્દીઓ 2D ઇકો અને કાર્ડિયોલોજી કન્સલ્ટેશન જેવી મોંઘી સેવાઓનો કોઈપણ પ્રકારના ચાર્જ વિના લાભ લઈ રહ્યા છે. નવી OPD શરૂ થવાથી આગામી દિવસોમાં વધુ દર્દીઓને ઝડપી સારવારનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    'જલેબીને ફાફડા ગણપતિ છે આપડા, અગલે બરસ તું જલદી આના':સુરતમાં 20થી 28 ફૂટ ઉંચાઈની મૂર્તિઓની વિસર્જન યાત્રામાં ફોટોગ્રાફીનો ક્રેઝ, રાજ્યભરમાં ગણેશ વિસર્જન
    Next Article
    પાટણમાં ટીબી ત્રણ રસ્તા પર સોલાર ટ્રાફિક સિગ્નલ લાગશે‎:6 હાઈવે કનેક્ટ હોય ટ્રાફિક ડેટાના આધારે સિગ્નલ મૂકવા નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment