Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતીમાં એસટીની અડફેટે વૃદ્ધનું મોત:ONGC પાસે પૂરપાટ એસટી બસે રોડ ક્રોસ કરતા 70 વર્ષના ગજાજી મારવાડીને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત

    13 hours ago

    અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઓએનજીસી (ONGC) કટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધને એસટી (ST) બસે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટના અંગે ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે. સાહેબપુરાના છાપરા (જવાહર ચોક, રેલવે કોલોની) ખાતે રહેતા ગજાજી મનરૂપજી મારવાડી (ઉં.વ. 70) ગુરુવારે સવારે પોતાના કામ અર્થે નીકળ્યા હતા. સાબરમતી ચાર રસ્તા નજીક ઓએનજીસી કટ પાસે તેઓ ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે પુરઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. બસની ટક્કરથી ગંભીર ઈજાઓ પહોંચતાં ગજાજી મારવાડીનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ એલ-ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની વધુ તપાસ ધમધમાવી છે.
    Click here to Read More
    Previous Article
    રિંગ રોડ પરથી 1.17 કરોડનું ડ્રગ્સ પકડાયું:ઉદેપુરથી અમદાવાદમાં કોકોઈન મોકલવામાં આવ્યું, ડ્રગ્સ લઈ આવનાર ઝડપાયો
    Next Article
    નેપાળમાં પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતી ગુમ:ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સર્ચ ઓપરેશન તેજ, પરિવારોના જીવ અદ્ધર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment