Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિંગ રોડ પરથી 1.17 કરોડનું ડ્રગ્સ પકડાયું:ઉદેપુરથી અમદાવાદમાં કોકોઈન મોકલવામાં આવ્યું, ડ્રગ્સ લઈ આવનાર ઝડપાયો

    14 hours ago

    અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં રિંગ રોડ પાસેથી ઉદયપુરથી અમદાવાદ લાવવામાં આવેલા મોંઘા ભાવના કોકેઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના જાલોરના રહેવાસી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 234.01 ગ્રામ કોકેઇન મળી આવ્યું છે, જેને શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે રવિ નામના શખ્સને આપવાનું હતું. જો કે ડિલિવરી થાય તેની પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સૌપ્રથમ વખત ડિલિવરી કરવા માટે અમદાવાદ આવ્યો હતો અને તેને 20,000 રૂપિયા કમિશન પેટે આપવામાં આવ્યા હતા. પોલીસે ઉદયપુરમાં કોણે ડ્રગ્સ મોકલ્યું અને કોણ લેવા આવવાનું હતું સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે યુવકને ઝડપી પાડ્યો સેક્ટર-2 જેસીપીએ જણાવ્યું કે, નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇને બાતમી મળી હતી કે નાનાચિલોડા પાસે એક યુવક ડ્રગ્સ જેવો માદક પદાર્થ લઈને આવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને રિંગ રોડ પાસે રાજ ઓટો નજીક ટ્રાવેલિંગ બેગ સાથે ચાલતા આવતા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતા નરેશ મેઘા રામ સૈન (રહે. માલવાડા, ઝાલોર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી તપાસ કરતા કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની રાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ.1.17 કરોડ થાય છે. રવિ નામના શખસની શોધખોળ આરોપી નરેશની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, પોતે રાજસ્થાનનો જાલોરનો રહેવાસી છે અને ભણે છે. તેમજ છૂટક મજૂરી કામ કરે છે. આ ડ્રગ્સ રાજસ્થાનના ઉદયપુરના બસ સ્ટેન્ડ પર એક વ્યક્તિ આપી ગયો હતો અને અમદાવાદમાં રવિ નામના શખ્સને આપવાનું કહ્યું હતું. રવિ નામના શખ્સનો મોબાઈલ નંબર જ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઉદયપુર ખાતે એક ટીમ રવાના કરવામાં આવી છે, તેમજ રવિ નામના શખસના મોબાઈલ નંબરના આધારે પણ તપાસ શરૂ કરી છે. આરોપી એક વખત નેપાળ પણ ગયો હતો ઉદેપુરથી અમદાવાદ માલ આપવા માટે કમિશન પેટે 20 હજાર રૂપિયા આપીને ડિલિવરી માટે મોકલ્યો હતો. આરોપી પાસેથી 2 મોબાઇલ ફોન, રોકડ રૂપિયા અને નેપાળી ચલણી નોટો મળી આવી છે. આરોપી એક વખત નેપાળ ગયો હતો, ત્યારે શેના માટે નેપાળ ગયો હતો? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ફરી ફેસ્ટિવલના નામે પ્રજાના પૈસાનો ધુમાડો:ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 સુધી યોજાશે AMC શોપિંગ ફેસ્ટિવલ, ખર્ચનો કોઈ હિસાબ નહીં
    Next Article
    સાબરમતીમાં એસટીની અડફેટે વૃદ્ધનું મોત:ONGC પાસે પૂરપાટ એસટી બસે રોડ ક્રોસ કરતા 70 વર્ષના ગજાજી મારવાડીને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment