Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ફરી ફેસ્ટિવલના નામે પ્રજાના પૈસાનો ધુમાડો:ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 સુધી યોજાશે AMC શોપિંગ ફેસ્ટિવલ, ખર્ચનો કોઈ હિસાબ નહીં

    15 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન 'અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ ઉત્સવ પાછળ કરોડો રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ચાલુ વર્ષના ફેસ્ટિવલ પાછળ કેટલું બજેટ વપરાશે તે અંગે મ્યુનિસિપલ અધિકારીઓ કે શાસકો પાસે કોઈ નક્કર આંકડા કે સ્પષ્ટતા નથી. કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચ સામે મનપાને કોઈ સીધી આવક થતી ન હોવા છતાં ભાજપના શાસકો સમક્ષ કામગીરી અને અંદાજિત ખર્ચનું પ્રેઝન્ટેશન રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ખર્ચ કેટલો થશે તે હજી નક્કી નથી: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આયોજન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જોકે, આ ફેસ્ટિવલ પાછળ કુલ કેટલો ખર્ચ થશે તે હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. અગાઉના વર્ષોમાં થયેલા વાસ્તવિક ખર્ચ અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી ન હોવાનું સ્વીકારતાં તેમણે ઉમેર્યું હતું કે, કામગીરી, આયોજન અને સંભવિત ખર્ચ અંગેનું પ્રેઝન્ટેશન મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મુખ્ય 5 પદાધિકારીઓ સમક્ષ રજૂ કરવા માટે તંત્રને તાકીદ કરવામાં આવી છે. ઇવેન્ટ કંપનીઓ માલામાલ, વેપારીઓને ₹1નો ફાયદો નહીં અમદાવાદમાં યોજાતા આ પ્રકારના ફેસ્ટિવલ પાછળ શહેરમાં રોશની કરવા, ડેકોરેશન, વિશાળ ડોમ, સ્ટોલ નિર્માણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને કરોડો રૂપિયાની લહાણી કરવામાં આવે છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં કોર્પોરેશનને આર્થિક રીતે કોઈ વળતર મળતું નથી. 2 વર્ષ પહેલાં શરૂ કરાયેલા આ ફેસ્ટિવલમાં જોડાયેલા સ્થાનિક વેપારીઓને પણ અપેક્ષિત વેચાણ ન મળતાં નિરાશા સાંપડી હતી. મોંઘા ભાવે સ્ટોલ ભાડે રાખ્યા બાદ ગ્રાહકોનો યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે અનેક વેપારીઓએ અધવચ્ચેથી જ સ્ટોલ ખાલી કરી દેવા પડ્યા હતા. અધિકારીઓ ફેસ્ટિવલમાં વ્યસ્ત રહેતાં પ્રજાના પાયાના પ્રશ્નો વિસરાશે આશરે 1 મહિના સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલના આયોજન માટે શરૂઆતના 15 દિવસ પહેલાંથી જ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સતત મીટિંગો અને તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. તંત્ર આવા સરકારી ઉત્સવો અને તાયફાઓ પાછળ વ્યસ્ત રહેતું હોવાથી શહેરના રોડ-રસ્તાના સમારકામ, પીવાના પાણીની સમસ્યા, ડ્રેનેજ લાઈન અને સ્ટ્રીટ લાઈટ જેવા સામાન્ય નાગરિકોના રોજિંદા પાયાના પ્રશ્નો મહિનાઓ સુધી પેન્ડિંગ પડ્યા રહે છે. લોકોના ટેક્સના નાણાંનો પ્રજાહિતના કામોમાં ઉપયોગ કરવાને બદલે આવા બિનજરૂરી તાયફાઓમાં ધુમાડો કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક લોકચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધન પહેલાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા:સોનું ₹2,860 સસ્તું થઈને ₹1.58 લાખ પર આવ્યું, 1 કિલો ચાંદીની કિંમત ₹2,791 ઓછી થઈ
    Next Article
    રિંગ રોડ પરથી 1.17 કરોડનું ડ્રગ્સ પકડાયું:ઉદેપુરથી અમદાવાદમાં કોકોઈન મોકલવામાં આવ્યું, ડ્રગ્સ લઈ આવનાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment