Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેચરાજીના વિવિધ ગામોની સીમમાં આવેલ ONGCના કુવાઓ પર તોડફોડ:3.36 લાખની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

    6 hours ago

    બેચરાજી પોલીસ મથક હેઠળ આવતા પ્રતાપનગર, રાંતેજ, ઇન્દ્રપ અને આકબા ગામની સીમમાં આવેલ ONGC ના જુદા જુદા તેલના કુવાઓ (વેલ) ઉપર અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી મોટી તોડફોડ અને ચોરી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ઓ.એન.જી.સી.ના ડી.જી.એમ. પ્રોડક્શન ઓફિસર અભિજિત મનોરંજન ગજેન્દ્ર નારાયણદાસ કલિતા દ્વારા અજાણ્યા શખ્સો સામે બેચરાજી પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ONGCના કુવાઓ પર તસ્કરો ત્રાટક્યા ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, ગત 14 મે 2026ના રોજ પ્રતાપનગર સીમમાં આવેલ BE-265 નંબરનો વેલ ખરાબ થતાં મેન્ટેનન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં લોખંડની ચેનલ તૂટેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ કંપનીની ટીમે બહુચરાજી વિસ્તારના વિવિધ સીમ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. 14 મે 2026 થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન થયેલી તપાસમાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા તસ્કરોએ વેલ નંબર BE-122, BE-265, BE-266, BE-79, BE-182, BE-97, BE-148 અને BE-4 પર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તોડફોડ કરીને 3.36 લાખની ચોરી કરી તસ્કરોએ આ વેલ સાઇટ્સ પરથી સાઇડો ઉપરના બેલ્ટ, વી.એફ.ડી. પેનલબોર્ડ, નટબોલ્ટ, લોખંડની ચેનલ, મોટરફુલી, ગીયર ઓઇલ તથા વાયરીંગને ભારે નુકસાન પહોંચાડી તોડફોડ કરી હતી. આ તમામ સરસામાન અને ચોરીના કારણે કંપનીને આશરે રૂ. 3,36,000 (ત્રણ લાખ છત્રીસ હજાર)નું આર્થિક નુકસાન પહોંચ્યું છે. અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આ ઘટના સંદર્ભે બેચરાજી પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) તથા સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બનાવની વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતભાઇ કડવાભાઈ ભરવાડ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પુણાગામમાં હોટફિક્સના પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ:ક્ષણભરમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા છવાયા, પાર્ક કરેલી કાર આગની ઝપેટમાં આવતા કેટલોક ભાગ ઓગળી ગયો
    Next Article
    સ્કોર્પિયો કારની લૂંટનો અનડિટેક્ટ ગુનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો ડિટેક્ટ:​ફિલ્મીઢબે ટેસ્ટ ડ્રાઈવના બહાને સ્કોર્પિયો કાર અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયેલા રાજસ્થાનના કુખ્યાત શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment