Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કોર્પિયો કારની લૂંટનો અનડિટેક્ટ ગુનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો ડિટેક્ટ:​ફિલ્મીઢબે ટેસ્ટ ડ્રાઈવના બહાને સ્કોર્પિયો કાર અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયેલા રાજસ્થાનના કુખ્યાત શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

    6 hours ago

    ​જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જનારી એક ગંભીર લૂંટની ઘટના સામે આવી હતી, જેનો અનડિટેક્ટ રહેલો ગુનો જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ક્રાઈમ ફોર્મ્યુલા અપનાવીને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી લીધો છે. આ સનસનાટીભર્યા પ્રકરણમાં પોલીસે એક મુખ્ય આરોપીને દબબોડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ​ફરિયાદી સોયફભાઈ મહમદભાઈ ચૌહાણ મોટરકાર લે-વેચનો ધંધો ચલાવે છે. તેમના વાહન લે-વેચના સ્થળે અચાનક વીસથી ત્રીસ વર્ષની વયના અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને એક સ્કોર્પિયો મોટરકારની ટેસ્ટ ડ્રાઈવ આપવાના બહાને ફરિયાદીના સાહેદને ગાડીમાં સાથે બેસાડીને રવાના થયા હતા. રસ્તામાં ખેલ ખેલાતા આ ઠગે વ્યક્તિને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની પાસેથી 20,000 હજાર રૂપિયાની કિંમતનો આઈફોન મોબાઈલ બળજબરીપૂર્વક ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ સ્કોર્પિયો ગાડીને નવા બાયપાસ રોડ તરફ ભગાડી જઈ વડાલ ગામથી પાછી વળાવી માખીયાળા ગામ પાસેના ઓવરબ્રીજ નજીક એ વ્યક્તિ ને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ ખેલ દરમિયાન ત્યાં બીજા બે અજાણ્યા શખ્સોને પણ બેસાડી દેવામાં આવ્યા હતા અને ફરિયાદીને મોતનો ભય બતાવી સાત લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો મોટરકાર તથા આઈફોન બળજબરીપૂર્વક લૂંટી લઈ એકબીજાની મદદગારી કરીને ગુનાહિત કારસ્તાન આચરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.જી.ચેતરીયા દ્વારા ખાસ ટિમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોનું સઘન નેટવર્ક ફેલાવીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અશોક માલારામ જાંખડ નામનો ઇસમ સંડોવાયેલ છે. રાજકોટથી ચોટીલા વચ્ચે સાયલા ગામ નજીક ડોળીયા બાઉન્ડ્રી પાસે આવેલી 'રામદેવ રાજસ્થાની હોટલ' પર પોલીસે દરોડો પાડીને આ આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે લૂંટની આ વારદાતમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી લીધી હતી, જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી અશોક માલારામ હુકમારામ જાંખડ, ઉંમર 26 વર્ષ, મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતો હતો. આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની સરાહનીય કામગીરી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    બેચરાજીના વિવિધ ગામોની સીમમાં આવેલ ONGCના કુવાઓ પર તોડફોડ:3.36 લાખની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
    Next Article
    Gujarat Breaking News | 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment