Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણાગામમાં હોટફિક્સના પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ:ક્ષણભરમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા છવાયા, પાર્ક કરેલી કાર આગની ઝપેટમાં આવતા કેટલોક ભાગ ઓગળી ગયો

    6 hours ago

    સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા બોરડા ફાર્મ નજીક હોટ ફિક્સના પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં મોડી રાત્રે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે નજીકમાં પાર્ક કરેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી અને કારના કેટલાક ભાગો ઓગળી જતાં ભારે નુકસાન થયું હતું. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ સુરત મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કચરો ફેંકનારા માફિયાઓ સામે કોઈ પગલાં ન લેવાતાં પાલિકા તંત્રની ઘોર લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્ષણભરમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ધુમાડાના ગોટેગોટા છવાયા પુણાગામ બોરડા ફાર્મ પાસે ખુલ્લી જગ્યામાં ટેક્સટાઈલ સાથે સંકળાયેલા પ્રતિબંધિત હોટ ફિક્સ વેસ્ટના મોટા ઢગલા ખડકી દેવામાં આવ્યા હતા. મોડી રાત્રે અચાનક આ કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિક હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ડિબાંગ ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેનાથી આસપાસના રહીશોમાં ગૂંગળામણ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. આગની લપેટમાં નજીક પાર્ક કરેલી કાર આવી: સ્પેરપાર્ટ્સ ઓગળી ગયા આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેની ગરમી અને લપેટો નજીક પાર્ક કરેલી એક કાર સુધી પહોંચી ગઈ હતી. જોતજોતામાં આગે કારને પણ ઝપેટમાં લઈ લીધી હતી. પ્રચંડ ગરમીના કારણે કારની પ્લાસ્ટિક બોડી, બમ્પર, લાઈટો સહિતના કેટલાક પાર્ટ્સ ઓગળી ગયા હતા. કાર માલિકને આ આગની ઘટનામાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદો છતાં SMC તંત્ર ઊંઘતું રહ્યું આ વિસ્તારમાં મોડી રાત્રે ગેરકાયદે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી દેવામાં આવે છે. આ અંગે સુરત મહાનગરપાલિકાને અગાઉ લેખિત અને મૌખિક રીતે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં SMCના જવાબદાર અધિકારીઓએ કચરો નાખનારાઓ સામે આજદિન સુધી કોઈ જ દંડાત્મક કે કાયદાકીય કાર્યવાહી કરી નથી. પાલિકાની આ નિષ્ક્રિયતાના કારણે આજે આ ગંભીર હોનારત સર્જાઈ હોવાનું સ્થાનિકોનું છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી, વેસ્ટ માફિયાઓ સામે કડક પગલાંની માંગ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગ વધુ રહેણાંક મકાનો સુધી પ્રસરે તે પહેલાં કાબૂમાં આવી જતાં મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ આક્રોશ સાથે માંગ કરી છે કે કચરો ફેંકનારા અને રાત્રે આગ ચાંપનારા અસામાજિક તત્ત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    જિનપિંગના બોડીગાર્ડની ઓળખ ઉજાગર:વ્હાઇટ હાઉસની ગેસ્ટ લિસ્ટમાં નામ-પદ સામે આવ્યું, મોદી-જિનપિંગની બેઠકમાં પણ હાજર હતા
    Next Article
    બેચરાજીના વિવિધ ગામોની સીમમાં આવેલ ONGCના કુવાઓ પર તોડફોડ:3.36 લાખની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment