Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NTAની પરીક્ષામાં ગંભીર બેદરકારી:સાંદિપની ઇન્સ્ટિટ્યૂટમાં આયુર્વેદમાં MD, MS માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં 400માંથી 22 વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ ન્હોતા

    6 days ago

    રાજકોટમાં આજે શિક્ષણ, વૈશ્વિક સંમેલન અને સ્થાનિક નાગરિક પ્રશ્નોને લગતા ત્રણ મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત આયુષ પીજી પ્રવેશ પરીક્ષામાં સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોમ્પ્યુટર સિસ્ટમ ખોટકાતાં 22 વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ, વૈશ્વિક સ્તરે હિંદુ સમાજને સંગઠિત કરવા માટે આગામી ડિસેમ્બરમાં મુંબઈ ખાતે યોજાનાર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંગે સ્વામી વિજ્ઞાનાનંદજીએ રાજકોટમાં માહિતી આપી હતી. જ્યારે શહેરના વોર્ડ નંબર 14 માં વોકળા પર કોમ્યુનિટી હોલના બાંધકામ સામે સ્થાનિક રહીશોએ જળ હોનારતની ભીતિ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં AIAPGET પરીક્ષામાં ટેકનિકલ ખામી, કોંગ્રેસની રજૂઆત રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની અને સિદ્ધના અનુસ્નાતક (MD/MS) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારના NTA દ્વારા AIAPGET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર પર ઉપસ્થિત આશરે 400 વિદ્યાર્થીઓ પૈકી 22 જેટલા વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ ન હોવા તેમજ માઉસ ખરાબ હોવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. સવારે 10:00 થી 12:00 વાગ્યાના નિર્ધારિત સમયમાં પરીક્ષા ન આપી શકતાં આ વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળથી બપોરે 3:00 થી 5:00 વાગ્યા દરમિયાન લેવામાં આવી હતી. આ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને તેમની પાછળથી લેવાયેલી પરીક્ષા માન્ય રહે તે સુનિશ્ચિત કરવા માંગણી કરી છે. મુંબઈમાં 18 થી 20 ડિસેમ્બર દરમિયાન વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું આયોજન વૈશ્વિક સ્તરે હિંદુ સમાજને આર્થિક, સામાજિક અને ભૂરાજકીય રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના પ્રણેતા સ્વામી વિજ્ઞાનાનંદજી રાજકોટ પધાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના 65 દેશોના પ્રવાસ બાદ હિંદુ સમાજના સંગઠન માટે આગામી 18 થી 20 ડિસેમ્બર દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ-2026' યોજાશે. ‘સમાનં વ્રતં સહ ચિત્તય’ ના મુખ્ય સંદેશ સાથે આયોજિત થનારા આ ત્રિદિવસીય મહાસંમેલનમાં ભારત સહિત વિશ્વભરમાંથી વિચારકો, નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો અને પત્રકારો ઉપસ્થિત રહી સંસ્કૃતિ, શિક્ષણ અને અર્થતંત્રના પુનરુત્થાન પર વિચારમંથન કરશે. વોર્ડ નંબર 14 માં વોકળા પર પ્રોજેક્ટ નિર્માણ સામે સોસાયટીનો આક્રોશ રાજકોટના વોર્ડ નંબર 14 માં ભક્તિનગર સર્કલ પાસે આવેલા ખુલ્લા વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર બ્રિગેડ સ્ટાફ ક્વાર્ટરના નિર્માણ પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ઉછરંગનગર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ પાર્થિવભાઈ રાદડિયા, ચેરમેન નાનુભાઈ બોરીચા અને મંત્રી હરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના નેચરલ વોટર ડ્રેનેજ (વોકળા) પર બાંધકામ કરવાથી ચોમાસા દરમિયાન માસ્તર સોસાયટી સહિતના સમગ્ર વિસ્તારમાં ભયાનક જળ હોનારત સર્જાશે. ખુલ્લા વોકળા પર સ્લેબ ભરીને બાંધકામ કરવાના આ પ્રોજેક્ટ સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઓડિશા નજીક ચીની ક્રૂ વાળું જહાજ ડૂબ્યું:24 લોકો સવાર હતા; ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-નેવીએ બચાવ કામગીરી શરૂ કરી
    Next Article
    PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, જગ વીંધી યુવકના પેટના આરપાર નીકળી:સુરતમાં પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા અચાનક ટ્રિગર દબાયું, 15 ફૂટ દૂર લારીધારકને વાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment