Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, જગ વીંધી યુવકના પેટના આરપાર નીકળી:સુરતમાં પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા અચાનક ટ્રિગર દબાયું, 15 ફૂટ દૂર લારીધારકને વાગી

    6 days ago

    સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એસ મકવાણાથી પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતી વચ્ચે અચાનક મિસ ફાયરિંગ થયું હતું. જેમાં ફાયર થયેલો રાઉન્ડ ટેબલ પરના પાણીના જગને વીંધી ચોકીથી 15 ફૂટ દૂર ઊભેલા અરવિંદ પટેલના પેટની આરપાર નીકળી ગઈ હતી. અણધારી બનેલી આ ઘટનાથી પોલીસ ચોકીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ટ્રિગર દબાતા જ રિવોલ્વરમાં ફસાયેલી ગોળી ફાયર થઈ DCP આલોક કુમારના જણાવ્યા અનુસાર ચોકીમાં દરવાજાની જમણી બાજુએ બેસીને PSI પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. રિવોલ્વરમાં અગાઉથી જ એક રાઉન્ડ (કારતુસ) ફસાયેલો હતો, જે આકસ્મિક રીતે રિવોલ્વરમાંથી છૂટી અંદાજે 30 ફૂટ દૂર સુધી ગયો હતો. ઘટના સમયની તસવીરો PSI તાત્કાલિક ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા ઘટના બનતાં જ PSI મકવાણાએ વિલંબ કર્યા વિના ઈજાગ્રસ્ત અરવિંદભાઈને પોતાના વાહનમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે જોખમ બહાર છે. હોસ્પિટલના MLC રિપોર્ટ બાદ ગુનો દાખલ થશે DCP આલોક કુમારે ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર મામલે ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હોસ્પિટલના MLC (મેડિકો-લીગલ કેસ) રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ બેદરકારી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    NTAની પરીક્ષામાં ગંભીર બેદરકારી:સાંદિપની ઇન્સ્ટિટ્યૂટમાં આયુર્વેદમાં MD, MS માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં 400માંથી 22 વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ ન્હોતા
    Next Article
    PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, જગ વીંધી યુવકના પેટની આરપાર નીકળી:સુરતમાં પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા અચાનક ટ્રિગર દબાયું, 15 ફૂટ દૂર લારીધારકને વાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment