Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NTA દ્વારા શેડ્યૂલ જાહેર, CBT પદ્ધતિથી પરીક્ષા લેવાશે:આસિ.પ્રોફેસર બનવા માટે 14થી 21 ડિસેમ્બર દરમિયાન NETની પરીક્ષા

    9 hours ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UGC-NET ડિસેમ્બર-2026ની પરીક્ષાનું વિષયવાર સમયપત્રક જાહેર કરાયું છે. પરીક્ષા 14થી 18 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર એમ કુલ 6 દિવસ દરમિયાન કમ્પ્યૂટર આધારિત પદ્ધતિથી લેવાશે. દરરોજ બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે. પહેલી શિફ્ટ સવારે 9થી બપોરે 12 અને બીજી શિફ્ટ બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. 14 ડિસેમ્બરે હિસ્ટ્રી, એજ્યુકેશન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પ્રથમ શિફ્ટમાં, જ્યારે કમ્પ્યૂટર સાયન્સ, હોમ સાયન્સ, સાઇકોલોજી અને મેનેજમેન્ટની બીજી શિફ્ટમાં પરીક્ષા લેવાશે. 15મીએ ઉર્દૂ અને ક્રિમિનોલોજી, જ્યારે બીજી શિફ્ટમાં ફિઝિકલ એજ્યુકેશન તથા સંસ્કૃત પરંપરાગત વિષયો રહેશે. 16મીએ પ્રથમ શિફ્ટમાં પોલિટિકલ સાયન્સ અને બીજીમાં કોમર્સ તથા ઇન્ડિયન કલ્ચરનું પેપર છે. 17મીએ અંગ્રેજી અને બીજી શિફ્ટમાં વિઝ્યુઅલ આર્ટ તથા જિયોગ્રાફી, જ્યારે 18મીએ હિન્દી અને બીજી શિફ્ટમાં માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, લો, લાઇબ્રેરી સાયન્સ તથા ફિલોસોફીની પરીક્ષા લેવાશે.21 ડિસેમ્બરે પ્રથમ શિફ્ટમાં ગુજરાતી ઉપરાંત ઇકોનોમિક્સ, એન્વાયર્નમેન્ટલ સાયન્સ અને સંસ્કૃતની પરીક્ષા યોજાશે. બીજી શિફ્ટમાં સોશિયોલોજી, યોગા અને સ્ટેટિસ્ટિક્સના પેપર રહેશે. NTA દ્વારા પરીક્ષાની તારીખના 21 દિવસ પહેલાં એક્ઝામ સ્લિપ જાહેર કરાશે. CBT પરીક્ષામાં સમયનું આયોજન મહત્ત્વનું પરીક્ષામાં પેપર-1ના 50 પ્રશ્નો માટે 50થી 55 મિનિટ ફાળવવી જોઈએ, જેથી પેપર-2ના 100 પ્રશ્નો માટે પૂરતો સમય રહે. જવાબ પસંદ કર્યા બાદ Save Next દબાવી જવાબ સેવ થયો છે તેની ખાતરી કરવી અને જરૂર પડે ત્યારે Save Mark for Reviewનો ઉપયોગ કરવો. પ્રશ્ન સમજવામાં મુશ્કેલી હોય તો ભાષા બદલવાના વિકલ્પનો લાભ લઈ શકાય છે.પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ ન હોવાથી ખોટા જવાબના ડરથી પ્રશ્નો ખાલી ન છોડવા અને શક્ય તમામ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવો.
    Click here to Read More
    Previous Article
    55 ઓવર પછી ન્યૂઝીલેન્ડને અંતે વિકેટ મળી:પડિકલ 80 રન બનાવીને બોલ્ડ થયો, કેએલ રાહુલ સાથે 165 રનની પાર્ટનરશીપ કરી; ભારતીય ઓપનરની જોરદાર સેન્ચુરી
    Next Article
    દ્વારકા, સોમનાથ સહિતનાં સ્થળોએ જવા માટે પણ હાલાકી:ભુજ-રાજકોટની ટ્રેન ફરી શરૂ કરવા માગ, અઠવાડિયામાં 2 દિવસ દોડાવાય તો રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment