Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.માં બનેલી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરતા NSUIનો હોબાળો:લેબની હાઈટ વધારવા બિલ્ડીંગનું આયુષ્ય ઘટાડ્યાનો આક્ષેપ, કુલપતિએ કહ્યું- 'પૂર્વ VCના સમયનું કામ'

    9 hours ago

    ગુજરાત યુનિવર્સિટીમાં અટલ કલામ સેન્ટર પાસે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જ્યાં લેબ બનાવવા માટે હાઈટ ઓછી પડતી હોવાથી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. જેને લઈને NSUIના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ઓફિસમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પહેલા બિલ્ડીંગ પછી બેઝમેન્ટ બનાવતા હોવાના પોસ્ટર સાથે NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા હતા. જો કે રિસર્ચ પાર્કમાં કરાયેલ તોડફોડથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના હોવાનો કુલપતિએ દાવો કર્યો છે. તેમજ બિલ્ડીંગ પૂર્વ કુલપતિના સમયમાં બન્યું હોવાથી મારી જવાબદારી ન હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બન્યા બાદ પણ ગંભીર બેદરકારીનો આક્ષેપ ધ્રુવ કમલ બિલ્ડિંગમાં લેબ બનાવવા માટે તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ NSUIએ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડિંગ બન્યા બાદ ખાડો ખોદીને લેબ બનાવવા હાઈટ વધારવામાં આવી રહી છે. જે માટે કરોડો રૂપિયાના પૈસાનો વેડફાડ થઈ રહ્યો છે. બિલ્ડીંગ બનતા સમયે લેબ બનાવવા માટેની હાઈટનું ધ્યાન ન રાખતા કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બન્યા બાદ પણ ગંભીર બેદરકારી દાખવી હોવાનો NSUIએ દાવો કર્યો છે. જેને લઈને કુલપતિ અને રજીસ્ટ્રાર એસી ઓફિસમાંથી બહાર નીકળો તેવા પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવાની માગ સાથે કુલપતિની ઓફિસમાં હોબાળો પણ કર્યો હતો. પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી જો કે કુલપતિની ઓફિસમાં ઘૂસવા જતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જે અધિકારીઓએ બિલ્ડીંગ બનાવતા સમયે બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી NSUIના કાર્યકર્તાઓને વિરોધ કરી કુલપતિ પાસે માગ કરી હતી. તેમજ સ્લેબ તોડવાના કારણે બિલ્ડીંગની ઉંમર અડધી થઈ ગઈ હોવાનો પણ NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને અસર થાય એવી તોડફોડ ન થઈ હોવાનો દાવો ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ પાર્કમાં કરાયેલી તોડફોડથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના હોવાનો કુલપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને બે સ્પાનને તોડી નાખવાનું સમાન્ય લાગુ રહ્યું છે. બે સ્પાન અને ભોંય તળિયું તોડાયા હોવા છતાં સ્ટ્રક્ચરને અસર નહીં થવાનો દાવો કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ લૂલો બચાવ કરતા કહ્યું કે, બિલ્ડિંગની ડિઝાઇન અને કામની શરૂઆત પૂર્વ કુલપતિના સમયે થઈ હતી જેથી તેની કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને અસર થાય એવી તોડફોડ નથી થઈ હોવાનો દાવો પણ કુલપતિએ કર્યો છે. 'બિલ્ડીંગ બન્યા બાદ પીલ્લર તોડીને બિલ્ડિંગનું આયુષ્ય ઘટાડી દીધું' NSUIના અમદાવાદ શહેર પ્રમુખ ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં લેબ ભણાવવા માટે હાઈટ 21 ફૂટના બદલે 12 ફૂટ રાખવામાં આવી હતી. જે બાદ ત્યાં તોડફોડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. બિલ્ડીંગમાં ખોદકામ થતા જ તેનું આયુષ્ય પણ ઘટી ગયું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે યુનિવર્સિટી રમી રહી છે જેથી બિલ્ડિંગને લોક મારી દેવામાં આવી તેવી અમારી માગ છે. બિલ્ડીંગ બન્યા બાદ જે પણ લોકોએ તોડફોડ શરૂ કરી હોય તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે. બિલ્ડીંગ બન્યા બાદ પીલ્લર તોડીને બિલ્ડિંગનું આયુષ્ય ઘટાડી દેવામાં આવ્યું છે. સરકારી ગ્રાન્ટના આધારે ડિફેન્સ રિસર્ચ મંજૂર કરવામાં આવી છે: કુલપતિ તોડફોડ ન કરાતી હોવાના દાવા સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યારે તોડવામાં આવ્યું નથી, પરંતુ આ પ્લાનિંગ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ તૈયાર થઈ રહી છે. ડિફેન્સ એક્સપર્ટ, સ્ટ્રકચરલ એન્જિનિયર અને IIT ખડકપુર તેમજ પુણેના જે મોટી સંસ્થાઓ છે તે જોડાયેલા છે. સરકારી ગ્રાન્ટના આધારે ડિફેન્સ રિસર્ચ મંજૂર કરવામાં આવી છે. એશિયામાં સૌ પ્રથમવાર તે બનવા માટે જઈ રહી છે. જેનું કામ ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી ત્યાં ચાલી રહ્યું છે. અત્યારે કોઈ નવું કામ શરૂ કરવામાં આવ્યું તેવું નથી. અત્યારે તોડીને ફરી બનાવવામાં આવી રહી છે વાત તદન ખોટી છે. 'અવાજ અંદર કે બહાર ન જાય તેવી લેબ તૈયાર કરવામાં આવશે' વધુમાં નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ડીઝાઇનનો પાર્ટ છે અને અત્યારે છેલ્લા સ્ટેજ પર કામ ચાલી રહ્યું છે. એનાકોઈક ચેમ્બર જે નોઇડામાં તૈયાર થઈ રહ્યો છે જે લાવીને ફિક્સ કરવામાં આવશે. અવાજ અંદર કે બહાર ન જાય તેવી લેબ તૈયાર કરવામાં આવશે. આપણા સૈનિકોમાં કેવા પ્રેશર હોય છે, તે પ્રેશરની આપણા શરીરની કઈ મુન્દ્રા ક્યોર કરી શકે દવા વગર તેવી રિસર્ચ તેમાં થવાની છે. જે તોડવામાં આવ્યું છે તે બિલ્ડિંગના સ્ટ્રકચરનો ભાગ નથી તેવું હું ખાતરી સાથે કહું છું. 16 ફૂટની ઊંચાઈ હતી તે નીચે વધુ 4 ફૂટની કરીને ફરી તેને સમતલ કરવામાં આવશે. જ્યાં ચેમ્બરની દીવાલો ફૂટ કરવામાં આવશે એટલે કે કોઈ ભોયરું બનતું નથી. 'પૂર્વ VCના સમયે લેબ બની હતી, કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું' બિલ્ડીંગ બની ત્યારે હું કુલપતિ નહતી જેથી જવાબદારી નહીં સ્વીકારું તેવો દાવો કરી નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આખી બિલ્ડીંગ નવી બનાવીશું તો તેનો અલગથી ખર્ચો વધારે થઈ જશે. જેટલી બિલ્ડિંગ સરકારે જે ઉદ્દેશ સાથે આપી છે તે અને ગ્રાન્ટ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. રિસર્ચ પાર્કનું કામ જ તે હોય છે કે તેમાં રિસર્ચ લેબ બની શકે. ગ્રાન્ટ જે ઉદ્દેશ સાથે આવી રહી છે તે ઉદ્દેશ સાથે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા કોઈ ક્ષતિ નહતી અને હવે પણ કોઈ ક્ષતિ થવાની નથી. ડિઝાઇનને અમે અડવાના પણ નથી. જેવી રીતે અટલ કમલ હોલ છે તેવી રીતે આ પણ એક હોલ છે જેને અમે રિસર્ચ લેબમાં ફેરવીએ છીએ. જ્યારે બિલ્ડિંગ ચાલુ થઈ ત્યારે હું કુલપતિ નહતી. જેથી તેની કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું. હજુ પણ સોફા ત્યાં છે તો હું જોવડાવી દઈશ તેની બહુ માહિતી મારી પાસે અત્યારે નથી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ઘૂસ્યો 8 ફૂટનો મગર, VIDEO:રેસ્ક્યુ કરવા જતા મગર ગિન્નાયો, વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે એક કલાકની જેહમત બાદ પકડ્યો
    Next Article
    રીપેર કરેલો ગંભીરા બ્રિજ ટુ-વ્હીલર માટે ખુલ્લો મુકાયો:છેલ્લા સાત મહિનાથી બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હતો, જૂના બ્રિજની બાજુમાં નવા બ્રિજની કામગીરી પૂરજોશમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment