Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીપેર કરેલો ગંભીરા બ્રિજ ટુ-વ્હીલર માટે ખુલ્લો મુકાયો:છેલ્લા સાત મહિનાથી બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હતો, જૂના બ્રિજની બાજુમાં નવા બ્રિજની કામગીરી પૂરજોશમાં

    9 hours ago

    વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર આજે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ બ્રિજ આજથી ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ટ્રેકટરોને પસાર કરી બ્રિજનું ટેસ્ટિંગ આજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને નવા સ્પાનની કામગીરી સોંપાઈ હતી આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે. વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે. નવા બ્રિજની કામગીરી પર પૂરજોશમાં ચાલુ બીજી તરફ, આ જૂના બ્રિજની બાજુમાં જ બની રહેલા નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે. હાલ પૂરતું, જૂના બ્રિજ પર લિંક સ્પાન લાગી જવાથી વડોદરા અને પાદરા વચ્ચેનો સંપર્ક માર્ગ ફરી પૂર્વવત થયો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.માં બનેલી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરતા NSUIનો હોબાળો:લેબની હાઈટ વધારવા બિલ્ડીંગનું આયુષ્ય ઘટાડ્યાનો આક્ષેપ, કુલપતિએ કહ્યું- 'પૂર્વ VCના સમયનું કામ'
    Next Article
    Houthis Claim 'Third Joint Missile Operation' Targeting Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment