Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NSUI-યુથ કોંગ્રેસનો AMCની કચેરીએ હલ્લાબોલ:કાર્યકર્તાઓ સાથે અસભ્ય વર્તનનો દાવો, નકલી નોટો ઉડાવી ડેપ્યુટી TDO હપ્તા લેતા હોવાનો આક્ષેપ; મહેશ તબિયાડના રાજીનામાની માગ

    1 day ago

    NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની કચેરીનો ઘેરાવ કરાયો હતો. ગેરકાયદેસર ચાલતા પીજીની ફરિયાદ મુદ્દે જવાબ લેવા ગયેલા NSUIના કાર્યકર્તાઓ સાથે ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડે અસભ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બેનરો અને પોસ્ટરો સાથે પશ્ચિમ ઝોનની કચેરીમાં હલ્લાબોલ કરીને મહેશકુમાર તબિયાડના રાજીનામાની માંગ કરી હતી. તેમજ મહેશકુમાર તબિયાડ હપ્તા લેતા હોવાના આક્ષેપ કરીને નકલી નોટો ઉડાવી હતી. NSUIના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી ઝપાઝપીનો આક્ષેપ નવરંગપુરામાં ચાલતા ગેરકાયદેસર પીજી સામે કાર્યવાહી કરવા માટે NSUIએ અરજી આપી હતી. ધાબા પર ગેરકાયદેસર છાપરા બાંધીને રેસીડેન્સીયલ એરિયામાં કોમર્શિયલ પીજી ચાલતા હોવાથી તેને બંધ કરવા માટે અરજી કરી હતી. પરંતુ બે મહિના થયા છતાં કોઈ કાર્યવાહી ન થતા NSUIના કાર્યકર્તાઓ જવાબ માંગવા માટે પશ્ચિમ ઝોનની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં NSUIના કાર્યકર્તાઓ અને ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન મહેશકુમાર તબિયાડ દ્વારા NSUIના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. ડેપ્યુટી TDO પર નકલી નોટો ઉડાવી, મહેશ તબિયાડ હપ્તા લેતા હોવાનો આક્ષેપ જેને લઈને કોર્પોરેટર, NSUIના કાર્યકર્તાઓ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પશ્ચિમ ઝોનની કચેરીએ પહોંચી ગયા હતા. 'મહેશકુમાર તબિયાડ રાજીનામુ આપો, દાદાગીરી નહીં ચાલે' તેવા નારા સાથે પશ્ચિમ ઝોનની કચેરીમાં યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકરો ઘૂસી ગયા હતા. જે દરમિયાન અંદર જવા ન દેતા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જો કે તે બાદ મહેશકુમાર તબિયાડની ઓફિસમાં ઘુસીને નકલી નોટો ઉડાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ડેપ્યુટી TDO પર નકલી નોટો ઊડાવી હપ્તા લેતા હોવાનો પણ NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ કમિશનર પાસે મહેશકુમાર તબિયાડનું રાજીનામું લઈ લેવા માંગ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 'નેતા સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય નાગરિક સાથે કેવું વર્તન કરતા હશે?' બાપુનગર વોર્ડના કોર્પોરેટર જયમન શર્માએ જણાવ્યું હતું કે, મહેશકુમાર તબિયાડે અમારા NSUIના જે પ્રવક્તા છે તેના સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆતના આધારે તેને ફરિયાદ કરી હતી. છેલ્લા બે મહિનાથી તેને કોઈપણ પ્રકારનો જવાબ આપતા નહોતા. જેથી અમારા પ્રવક્તા રૂબરૂ કચેરીએ પહોંચ્યા હતા. જ્યારે જવાબ માંગવા માટે પહોંચ્યા ત્યારે તેને પર અહીંયા કેમ આવ્યા છો તેમ કહીને ઉગ્ર થઈ ગયા હતા. તેમજ આખો સ્ટાફ તેને સાથે બબાલ કરવા લાગ્યો હતો. તેમજ તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યો હતો. જો એક નેતા સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય નાગરિક સાથે કેવું વર્તન કરતા હશે? જેથી તેને લઈને આજે કચેરીનો ઘેરાવ માટે આવ્યા હતા. વીડિયો સાથે અમે કમિશનર પાસે મહેશકુમાર તબિયાડના રાજીનામાની માગ પણ કરીશું.
    Click here to Read More
    Previous Article
    સચિનમાં A to Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને પોલીસે તાત્કાલિક મોરચો સંભાળી કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    પિતાએ સગીર દીકરી પર 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું:પોરબંદર પંથકની ઘટના; 17 વર્ષીય દીકરીએ ફરિયાદ નોંધાવી કહ્યું- પિતા કરતૂત છૂપાવવા સોગંદ અને ધમકી આપતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment