Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિનમાં A to Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને પોલીસે તાત્કાલિક મોરચો સંભાળી કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    1 day ago

    સુરતના ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા સચિન વિસ્તારમાં આજે અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સચિન સ્થિત જાણીતી ‘A to Z હોસ્પિટલ’ની ઉપર આવેલા મકાનના ટોપ ફ્લોર પર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બપોરના સમયે લાગેલી આ આગે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડનો કાફલો 5 ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હોસ્પિટલની બરાબર ઉપરના ભાગે આગ લાગી હોવાની જાણ થતાં જ દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ આસપાસના સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડનો કાફલો 5 જેટલી ગાડીઓ સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ સચિન પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાબડતોબ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હોસ્પિટલની આસપાસ એકત્ર થયેલી લોકોની ભારે ભીડને હટાવી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી હતી, જેથી બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે. ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન પ્રાથમિક તપાસ અનુસાર, મકાનના ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાહતની સૌથી મોટી વાત એ રહી કે ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની ત્વરિત સતર્કતાને પગલે આગ નીચે આવેલી હોસ્પિટલ સુધી પહોંચી શકી ન હતી. આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ મોટો હાશકારો અનુભવ્યો છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરી નુકસાનીનું આકલન કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડા 40 ફૂટ દૂર પડ્યા, પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો
    Next Article
    NSUI-યુથ કોંગ્રેસનો AMCની કચેરીએ હલ્લાબોલ:કાર્યકર્તાઓ સાથે અસભ્ય વર્તનનો દાવો, નકલી નોટો ઉડાવી ડેપ્યુટી TDO હપ્તા લેતા હોવાનો આક્ષેપ; મહેશ તબિયાડના રાજીનામાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment