Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાએ સગીર દીકરી પર 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું:પોરબંદર પંથકની ઘટના; 17 વર્ષીય દીકરીએ ફરિયાદ નોંધાવી કહ્યું- પિતા કરતૂત છૂપાવવા સોગંદ અને ધમકી આપતો

    1 day ago

    પોરબંદર તાલુકાના એક ગામે પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતો શર્મસાર બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતા દ્વારા પોતાની 17 વર્ષની સગીર દીકરી સાથે છેલ્લા છ વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પીડિત દીકરીએ હિંમત દર્શાવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે સગીરાનું નિવેદન નોંધવાની સાથે જરૂરી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે. મરજી વિરુદ્ધ વારંવાર આચરતો દુષ્કર્મ પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી પિતા પોતાની સગીર દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ અલગ-અલગ સમયે શારીરિક સંબંધ બાંધતો હતો. સગીરાએ આ અમાનવીય વર્તનનો વિરોધ કર્યો હોવા છતાં આરોપી જબરદસ્તીથી તેની સાથે કુકર્મ આચરતો રહ્યો હતો. છેલ્લા છ વર્ષથી દીકરી આ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરી રહી હતી. ધમકી આપીને સગીરાને ચૂપ રાખી આરોપી પિતા આ કરતૂત કોઈને ન જણાવે તે માટે દીકરી પર સતત દબાણ કરતો હતો. તેણે કાળી કરતૂતો છુપાવવા માટે સગીરાને પરિવારના સોગંદ ખવડાવ્યા હતા. એટલું જ નહીં, જો આ વાત બહાર આવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પિતાના આ ડર અને ધમકીના કારણે સગીરા આટલા સમય સુધી મૌન રહેવા મજબૂર બની હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આખરે પિતાના ત્રાસથી તંગ આવીને સગીરાએ હિંમત કરી સમગ્ર ઘટના અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તુરંત ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા પીડિત સગીરાનું વિસ્તૃત નિવેદન લેવામાં આવી રહ્યું છે અને ઘટના સંબંધિત કાયદાકીય પુરાવાઓ ભેગા કરવાની કામગીરી ચાલી રહી છે. આરોપીનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુનામાં સંડોવાયેલો આરોપી ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી સામે ભૂતકાળમાં ખંડણી, ખૂન, પ્રોહિબિશન તેમજ ગુજસીટોક જેવા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે. અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ રહી ચૂકેલા આ આરોપી સામે પોલીસે હવે વધુ એક કડક કાનૂની સિકંજો કસ્યો છે. ટૂંક સમયમાં આરોપીની અટકાયત કરાશે હાલ પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે. થાણા અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીની ધરપકડ માટેની તપાસ પ્રક્રિયા ચાલુ છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    NSUI-યુથ કોંગ્રેસનો AMCની કચેરીએ હલ્લાબોલ:કાર્યકર્તાઓ સાથે અસભ્ય વર્તનનો દાવો, નકલી નોટો ઉડાવી ડેપ્યુટી TDO હપ્તા લેતા હોવાનો આક્ષેપ; મહેશ તબિયાડના રાજીનામાની માગ
    Next Article
    राहुल ने आयोग पर लगाया पार्टी चोरी का आरोप, ममता नंदीग्राम में कांग्रेस को सपोर्ट करेंगी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment