Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ:નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ મામલે NSUIનો વિરોધ, જંતરમંતર જેવું આંદોલન કરવાની ચીમકી

    16 घंटे पहले

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયમાં થયેલા કથિત કૌભાંડ મામલે NSUIના 200 જેટલા કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા. કુલપતિની ઓફિસમાં ઘૂસી ‘નીરજા ગુપ્તા હાય હાય’ના નારા લગાવી ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ કરવામાં આવ્યો. નીરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. 72 કલાકમાં નીરજા ગુપ્તા સામે ફરિયાદ નોંધાવવા અલ્ટીમેટમ NSUIએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માગ કરી. 72 કલાકમાં ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બંધનું એલાન અને કુલપતિનું મોઢું કાળું કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. કુલપતિ રહેતા નિરજા ગુપ્તાએ દલા તરવાડીની નીતિ અપનાવ્યાના આક્ષેપ ગુજરાત યુનિવર્સિટીને PMJVK હેઠળ મળેલી અંદાજે 40 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરી અને આ હોદ્દા માટે આશરે 4.20 લાખનું કુલપતિના પગારની સાથે સાથે વધારાનું મહેનતાણું મેળવ્યું હતું. તેમજ જે ખાતામાં ગ્રાન્ટ જમા થઈ તેમાંથી 9.84 લાખ તેમના જર્મનીમાં રહેતા પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમાચાર પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં રજીસ્ટ્રારની પણ સંડોવણી? તેમજ 40 કરોડની ગ્રાન્ટમાંથી 50 ટકાથી વધુ રકમના ઉપયોગનો હિસાબ હજુ પણ મળી રહ્યો નથી. તેમજ નીરજા ગુપ્તાએ તેમની સત્તાનો દુરુપયોગ કરીને મળતિયાઓને 10 જેટલા હોદ્દા પર UGC ના નિયમ વિરુદ્ધ ડિરેક્ટર જેવા મહત્વના પદ સોંપી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું. કુલપતિના પગાર કરતા પણ વધુ પગાર કેટલાક મળતિયાઓને ચૂકવી દેવામાં આવતા વિવાદ સર્જાયા બાદ હવે તમામ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ કમિટીને સમગ્ર કૌભાંડની તપાસ સોંપવામાં આવી છે. જેથી તપાસ કમિટીના રિપોર્ટમાં ખોટી રીતે ભરાયો થઈ જશે તો તમામને ટર્મિનેટ કરવામાં આવશે અને વધુ રકમ ચુકવવામાં આવી છે તેની પણ વસૂલાત કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકા પર ફોલોઓનનો ખતરો મંડરાયો:જાડેજાએ સદીની નજીક પહોંચેલા SL બેટરને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો; ટીમે સાતમી વિકેટ ગુમાવી
    Next Article
    જોગવડમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા:રાણીશીપના ઢાળીયા પાસેથી ₹13,250નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment