Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકા પર ફોલોઓનનો ખતરો મંડરાયો:જાડેજાએ સદીની નજીક પહોંચેલા SL બેટરને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો; ટીમે સાતમી વિકેટ ગુમાવી

    15 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. બીજા સેશનમાં પોતાની પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 173/7 છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ કામિન્દુ મેન્ડિસને આઉટ કરીને શ્રીલંકાની 87 રનની ભાગીદારી તોડી નાખી. પ્રસિદ્ધની આ ઇનિંગમાં ત્રીજી વિકેટ છે. આ પહેલાં ભારતે ધ્રુવ જુરેલના અણનમ 115 રનની મદદથી પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકાએ બીજા દિવસના છેલ્લા સેશનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    बिजनौर में फिर हुआ बड़ा कांड, पति पर पत्नी का मर्डर किये जाने का आरोप, पति भी हुआ गायब
    Next Article
    ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ:નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ મામલે NSUIનો વિરોધ, જંતરમંતર જેવું આંદોલન કરવાની ચીમકી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment