Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ બીચ પર NSS વોલિયન્ટર્સે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:26 વોલિયન્ટર્સ જોડાયા, આસિસ્ટન્ટ કલેક્ટર પિયુષ ઘટાલા પણ હાજર રહ્યા

    8 hours ago

    વલસાડના તિથલ બીચ પર વડાપ્રધાનના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું. વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજના NSS યુનિટના 26 વોલિયન્ટર્સ આ અભિયાનમાં જોડાયા હતા. આનો હેતુ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે જનજાગૃતિ કેળવવાનો હતો. NSSના વિદ્યાર્થીઓએ તિથલ બીચના અલગ-અલગ વિસ્તારોમાં શ્રમદાન કર્યું. તેમણે કચરો એકત્રિત કર્યો અને બીચ પર આવતા લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા. વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા એ સૌની જવાબદારી છે’નો સંદેશ આપ્યો. આ અભિયાનમાં આસિસ્ટન્ટ કલેક્ટર પિયુષભાઈ ઘટાલા અને તેમની ટીમ પણ હાજર રહી હતી. તેમની હાજરીથી વિદ્યાર્થીઓનો જુસ્સો વધ્યો. વિદ્યાર્થીઓએ તિથલ બીચ જેવા પર્યટન સ્થળને સ્વચ્છ અને સુંદર રાખવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમનું આયોજન NSSના પ્રોગ્રામ ઓફિસર એમ. જી. પટેલ, ડૉ. પારસ શેઠ, ડૉ. નીલમબેન ઇટાળીયા અને ડૉ. સાપનાબેન રાવલ દ્વારા કરાયું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય વી. આર. ચાંપાનેરીના માર્ગદર્શનથી આ અભિયાન સફળ રહ્યું.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકા ગાંધીને દિલ્હી પોલીસે 2 કલાક બાદ છોડી દીધા:8 કલાકના ધરણા બાદ કસ્ટડીમાં લીધા હતા; સવારે CEC વિરુદ્ધ વિપક્ષે માર્ચ કાઢી હતી
    Next Article
    જેની સાથે ભાગી એની પાસે ઝાડ સાથે બાંધી દુષ્કર્મ કરાવ્યું:સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે પતિ સહિતના પરિવારજનોની બર્બરતા, વીડિયો પણ શૂટ કર્યો, 9ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment