Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા ગાંધીને દિલ્હી પોલીસે 2 કલાક બાદ છોડી દીધા:8 કલાકના ધરણા બાદ કસ્ટડીમાં લીધા હતા; સવારે CEC વિરુદ્ધ વિપક્ષે માર્ચ કાઢી હતી

    22 hours ago

    દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લગભગ 2 કલાક બાદ છોડી દીધા છે. મંગળવારે રાત્રે 8 વાગ્યે આકાશવાણી ભવનમાંથી અટકાયત કરાયેલા તમામ 250 લોકોને કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇનમાં લાવવામાં આવ્યા હતા. જોકે રાત્રે 10 વાગ્યે તમામને છોડી દેવામાં આવ્યા. રાહુલ જ્યારે પોલીસ લાઇનમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં બંધારણની નકલ હતી. SIRના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગને લઈને વિપક્ષી સાંસદો 8 કલાકથી વધુ સમયથી આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા હતા. રાહુલનું કહેવું હતું કે તેઓ જ્ઞાનેશ કુમારને મળ્યા વિના નહીં જાય. પરંતુ ચૂંટણી પંચે મોડી સાંજે પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું કે રાહુલ અથવા તેમના પ્રતિનિધિઓમાંથી કોઈએ પણ CEC પાસેથી મુલાકાત માટે સમય માંગ્યો નહોતો. આ પહેલાં મંગળવારે સવારે 10 વાગ્યે સંસદના મકર દ્વારથી શરૂ થયેલી વિપક્ષી દળોની ‘સેવ ડેમોક્રેસી માર્ચ’ને પોલીસે બપોરે 12:30 વાગ્યે આકાશવાણી નજીક રોકી દીધી હતી. ત્યારબાદ રાહુલ-પ્રિયંકાને બસમાં બેસાડવામાં આવ્યા, પરંતુ બંને નીચે ઉતરીને ત્યાં જ ધરણા પર બેસી ગયા. રાહુલનો દાવો હતો કે 20 વિપક્ષી પાર્ટીઓના 300થી વધુ સાંસદો હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    કેપ્ટન શ્રેયસ અય્યરની પ્રથમ સદીથી જીત્યું ભારત:વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું, T20માં ટીમ ઈન્ડિયાની સતત 10મી જીત
    Next Article
    તિથલ બીચ પર NSS વોલિયન્ટર્સે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:26 વોલિયન્ટર્સ જોડાયા, આસિસ્ટન્ટ કલેક્ટર પિયુષ ઘટાલા પણ હાજર રહ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment